નર્મદા : મજૂરી કરીને ગુજરાન ચલાવતા લોકો પેટ ભરશે કે ટ્રાફિકના તોતિંગ દંડ ભરશે ? યક્ષ પ્રશ્ન
રાજપીપલા, આરીફ જી કુરેશી
કેન્દ્ર સરકારના નવા ટ્રાફિક નિયમન બાદ પી.યુ.સી કઢાવા રાજપીપળામાં વહેલી સવારથી લાંબી લાઈનો લાગી રહી છે. નર્મદા જિલ્લા માં માત્ર એકજ સેન્ટર : 50 થી 60 કી. મી દૂરથી આવી પી.યુ સી કઢાવવા લોકો બે થી ત્રણ દિવસ ધક્કા ખાય છે. કેન્દ્ર સરકાર દ્વારા નવા ટ્રાફિક નિયમો ને લઇ સમગ્ર દેશમાં અફરા તફરીનો માહોલ જામ્યો છે ત્યારે નર્મદા જિલ્લાના લોકોને પણ ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.
સમગ્ર નર્મદા જિલ્લા માં પી.યુ.સી. કઢાવવા માટે ફક્ત એકજ સેન્ટર રાજપીપળા ખાતે આવેલું છે જ્યાં લોકો વહેલી સવારથીજ લાઈનો લગાવી ઉભા રહે છે પી યુ સી સેન્ટર ની મુલાકાત લેતા લોકોએ જણાવ્યું હતું કે કેટલાક લોકો તો 50 થી 60 કી. મી. દૂર થી કામ ધંધા છોડી પી.યુ.સી કઢાવવા રાજપીપળા આવે છે પરંતુ લાંબી કતારો ના કારણે ધરમના ધક્કા ખાવાનો વારો આવે છે.
ત્યાં ઉપસ્થિત વાહન ચાલકોએ જણાવ્યું હતું કે સરકારે જે નિયમો કાઢ્યા છે તે હળવા બનાવવા જોઈએ ઉપરાંત નર્મદા જિલ્લા માં ફક્ત એકજ સેન્ટર હોવાથી લોકો ને ઘણી મુશ્કેલીઓ વેઠવાનો વારો આવે છે અને કામ ધંધા છોડી લાંબી કતારો માં આખો દિવસ ઉભું રહેવું પડે છે લોકો નર્મદા જિલ્લામાં પી.યુ.સી. સેન્ટરો વધારવા માંગ કરી રહ્યા છે.
તો એક યુવા વ્યક્તિએ જણાવ્યું હતું કે નર્મદા જિલ્લો આદિવાસી પછાત જિલ્લો છે અહીંયા લોકો મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે તો તેઓ 150 થી 200 રૂપિયા રોજ ઉપર કામ કરે છે તો સાંજે તે ઘરે અનાજ લઇ જશે કે દંડ ભરશે ? કઈ રીતે તે આવા તોતિંગ દંડ ભરી શકશે ? આટલો વિકરાળ કાયદો ન જોઈએ.
તો પી.યુ સી સેન્ટર ના સંચાલક રાકેશ ભાઈ જણાવે છે કે કડક કાયદો અમલ માં આવ્યા બાદ દિવસ ના 400 થી 500 જણ પી.યુ.સી કઢાવવા આવે છે સવારની 5 વાગ્યાથી લાઈનો પડે છે અને સાંજે 8 વાગ્યા સુધી લાઈનો રહે છે પબ્લિક ને ઘણું અઘરું લાગે છે અને ક્યારેક ધમાલ જેવું વાતાવરણ બને છે પબ્લિકે અમને થોડો સપોર્ટ કરવો જોઈએ…