રાજપીપળા સિવિલ હોસ્પિટલ માં પાણીની ટાંકી પાછળ જ ભયંકર ગંદકી,સ્વસ્થ થવા આવતા લોકો બીમાર પડે તેવી દહેશત
રાજપીપળા,આરીફ જી કુરેશી
વહીવટી કચેરી ની સામેજ આવેલી અંડરગ્રાઉન્ડ ટાંકી ની એક તરફ સ્ટાફ પાર્કિંગ જયારે પાછળ ના ભાગે ગંદકી રાજપીપળા :નર્મદા જિલ્લાની વડી રાજપીપળા સિવિલની પાણીની અંડરગ્રાઉન્ડ ટાંકી પાછળ જ અતિશય કચરો અને ગંદકી હોય આજ ટાંકી નું પાણી દર્દીઓ સહીત અન્ય પિતા હોય સાજા થવા આવતા દર્દીઓ અને સ્ટાફ બીમાર પડે તેમ લાગી રહ્યું છે.
રાજપીપળા સિવિલમાં અનેક જગ્યાઓ પર વરસાદી પાણી ભરાઈ રહે છે સાથે કીચડ ના કારણે ગંદકી અને મચ્છર ની તકલીફ વધતા હાજર સ્ટાફ અને દાખલ દર્દીઓના સ્ટાફ માટે જોખમકારક છે છતાં સત્તાધીશો આ બાબતને નજરઅંદાજ કરે એ ગંભીર બાબત કહેવાય આ ટાંકી ની સામેજ વહીવટી કચરી છે અને બાજુમાં સ્ટાફ પાર્કિંગ હોવા છતાં આ ગંદકી તરફ કોઈની નજર જતી નથી …? સમયાંતરે અધિકારીઓ રાઉન્ડ મારતા નહિ હોય એમ સ્પષ્ટ લાગી રહ્યું છે .ત્યારે આરોગ્ય ધામ માંજ જો સ્વછતા ના ધજાગરા ઉડતા હોય તો ત્યાં સારવાર માટે આવતા દર્દીઓ ના આરોગ્યની કોણ ચિંતા કરશે એ સવાલ ઘણા સવાલ ઉભા કરે છે.