આજે મોહોરમ મહિનાની 10 મી તારીખ ઇસ્લામિક વર્ષ માં મહત્વ નું સ્થાન ધરાવે છે જેને અશુરા ના દિવસ તરીકે પણ ઓળખાય છે.
આજના દિવસે ઇમામ હુસેન અને તેમના ૭૨ સાથીઓ યઝીદના લાખોના લશ્કર સામે સત્ય માટે અને અત્યાચાર વિરુદ્ધ ની લડાઈ માં શહિદ થયા હતા આ દિવસે ગરીબો ને દાન કરવું , જમાડવું, જરૂરતમંદ ને મદદ કરવી જેવી સેવાભાવી કર્યો નું ઘણું મહત્વ છે.
દર વર્ષ ની જેમ આજરોજ રાજપીપળા ખાતે મુસ્લિમ સંસ્થા મોહદ્દીશે આઝમ મિશન દ્વારા મુકબધીર બાળકો અને ઘરડા ઘરના વડીલોને જમણવાર કરાવી અનોખી રીતે મોહોરમ ના આશુરાના દિવસ ની ઉજવણી કરાઈ હતી કાર્યક્રમ માં મોહદ્દીશે આઝમ મિશન રાજપીપળા બ્રાન્ચ ના પ્રમુખ શાહનવાઝ પઠાણ, ઈરફાન ભાઈ, આરીફ ભાઈ ,નિઝામ ભાઈ, મોહસીન ભાઈ , સોહિલ ભાઈ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
આ બાબતે રાજપીપળા ના મુસ્લિમ સમાજ ના અગ્રણી ધર્મ ગુરુ સૈયદ સુબ્હાની બાપુ સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે આજનો દિવસ ખૂબ મહત્વ ધરાવે છે ઉપરાંત મોહદ્દીસે આઝમ મિશનના મુખ્ય સંચાલક સૈયદ હસન અશકરી મિયાં દ્વારા ભારત સહિત વિદેશની તમામ બ્રાન્ચ ને આદેશ આપ્યો છે કે આજનો સત્ય અને બલિદાન નો દિવસ ગરીબો ની સેવા થકી ઉજવો જે સંદર્ભે આજે મોહદ્દીસે આઝમ મિશન રાજપીપળા બ્રાન્ચ દ્વારા મુકબધીર બાળકો અને ઘરડા ઘર ના વડીલો ને જમણવાર કરવી અમે આજનો દિવસ ઉજવ્યો છે અને આવા સેવાભાવી કાર્ય બદલ આનંદ ની લાગણી અનુભવીએ છે.
અનોખી ઉજવણી : મોહરમ નિમિત્તે મોહદ્દીસે આઝમ મિશન રાજપીપળા બ્રાન્ચ તરફથી ઘરડા ઘરમાં જમણવાર નું આયોજન
Advertisement