રાજપીપળા શહેરમાં રખડતા જાનવરો અને ખરાબ માર્ગો થી લોકો હેરાન થઈ રહ્યા હોય શહેરના એક જાણીતા વકીલે સીએમ ને રજુઆત કરી છે.
રાજપીપળાના એક વકીલે શહેરના ભંગાર રોડ અને રખડતા ઢોર બાબતે આખરે મુખ્ય મંત્રીને રજુઆત કરી
રાજપીપળાના જાણીતા વકીલ પ્રતીક પટેલે શહેરમાં રખડતા જાનવરો અને ખખડધજ રસ્તાઓ માટે સીએમ રૂપાણી અને નર્મદા કલેક્ટરને રજુઆત કરતા મુખ્યમંત્રી શું કરશે એ તરફ સૌની નજર
રાજપીપળા : આરીફ.જી કુરેશી
ઘણા સમય થી રાજપીપળા શહેર જાણે જાનવરો નો અખાડો બની ગયું હોય એમ લાગી રહ્યું છે અને આ બાબતે અનેકવાર અનેક લોકો એ રજુઆત પણ કરી છે પરંતુ પાલિકા એ અગાઉ જયારે આ માટે ઢોર પકડ અભિયાન હાથ ધર્યું ત્યારે અમુક વિરોધ થતા બાદ થોડાજ દિવસમાં આ અભિયાન બંધ થયું અને હાલ અગાઉ કરતા બમણા જાનવરો વધી ગયા,સાથે સાથે વરસાદના કારણે માર્ગ મકાન વિભાગ અને નગર પાલિકા ની હદમાં આવતા અમુક માર્ગો એકદમ ખરાબ થયા જેમાં હરસિધ્ધિ માતાના મંદિર થી સંતોષ ચોકડી થઈ કલેક્ટર કચેરી અને કાળીયા ભૂત મંદિર તરફ જતો માર્ગ ત્યાંથી શહેર માં આવતો કોલેજ રોડ એકદમ ધોવાઈ ગયો હોય મસમોટા ખાડા પડી જતા એ માટે પણ રજુઆત થઈ ત્યારે માટીનું પુરાણ થયુ પણ એ એકજ વરસાદી ઝાપટા માં સ્વાહા થઈ જતા સ્તિથી ફરી ત્યાંની ત્યાં જોવા મળતા વારંવારની લોકોની રજુઆતને તંત્રએ નજરઅંદાજ કરતા આખરે રાજપીપળાના એક જાણીતા એડવોકેટ પ્રતીક પટેલે કંટાળીને મુખ્યમંત્રી અને નર્મદા કલેક્ટરને એક ઈમેલ કરી અહીંની પરીસ્તીથી જણાવી આ બાબતે તાત્કાલિક ઘટતું કરવા રજુઆત કરી છે .ત્યારે એમ કહી શકાય કે સ્થાનિક તંત્ર પોતાની જવાબદારી માંથી છટકતા એક જાગૃત વકીલે છેક સીએમ સુધી રજુઆત કરવી પડી છે. હવે આ સમસ્યા માટે સીએમ શું કરશે એ જોવું રહ્યું