સાગબારા રેંજ ફોરેસ્ટ ઓફિસના કોમ્યુટર ઓપરેટર વિરૂધ્ધમાં ખોટા આક્ષેપોવાળી અરજી કરી ફરીયાદીની બદલી કરાવી નાંખવાની ધમકી આપતા ફરિયાદ સાગબારા પોલીસ મથકે નોંધાઈ છે.
એ ઉપરાંત અરજી પાછી ખેંચવા માટે ફરીયાદી પાસેથી રૂપિયા પાંચ હજારની માંગણી કરી ફરીયાદીને જાતી વિશે અપમાનજનક શબ્દ આરોપી સામે બોલી માર મારવાની ધમકી આપતા એટ્રોસિટી ગુનાની પણ ફરિયાદ નોંધાઈ છે. આ અંગે ફરીયાદી મહેન્દ્રભાઈ સુકલાલભાઈ વસાવા (રહે.અમીયાર તા.સાગબારા,જી.નર્મદા,)એ આરોપી નઝીર ગુલામ રસુલ મકરાણી (રહે.સેલંબા,તા.સાગબારા,જી.નર્મદા)સામે ફરિયાદ નોંધાઈ છે.
ફરિયાદની વિગત અનુસાર ફરીયાદી રેંજ ફોરેસ્ટ ઓફિસ સાગબારા ખાતે કોમ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતા હોય જેથી આ કામના આરોપીએ ફરીયાદીની વિરૂધ્ધમાં ખોટા આક્ષેપોવાળી અરજી કરી ફરીયાદીની બદલી કરાવી નાંખવાની ધમકી આપી અરજી પાછી ખેંચવા માટે ફરીયાદી પાસેથી રૂપિયા પાંચ હજારની માંગણી કરી ફરીયાદી પાસેથી બળજબરીથી પૈસા કઢાવી લેવાની કોશિષ કરી તેમજ ફરીયાદી અનુસુચીત જનજાતીનો હોય આરોપીએ ફરીયાદીને જાતી વિશે અપમાનજનક શબ્દ આરોપી સામે બોલી માર મારવાની ધમકી આપી ગુનો કરતા પોલીસે આરોપી સામે
ઈ.પી.કો. કલમ. ૩૮૫, ૫૦૬(૧) તથા એકટ્રોસીટી એકટ કલમ.૩(૧)(આર)(એસ) તથા ૩(ર)(પ-એ)મુજબગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ફરીયાદી વિરૂધ્ધમાં ખોટી અરજી કરી બળજબરીથી પૈસા પડાવવાનો ગુનો કે.એલ.ગળચર પોલીસ સબ ઈન્સ્પેકટર સાગબારાએ ગુનો દાખલ કર્યો છે આ ગુનાની વધુ તપાસ એસ.જી.મોદી ના.પો.અધિ. એસ.સી./એસ.ટી. સેલ નર્મદા ચલાવી રહ્યા છે.
જ્યોતિ જગતાપ, રાજપીપલા