Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપલા : પારસી ટેકરા દેડીયાપાડા ખાતેથી ગેરકાયદેસર બાયોડિઝલ જેવુ જ્વલનશીલ પ્રવાહીનું લાખોની મત્તાનું કૌભાંડ ઝડપાયું.

Share

પારસી ટેકરા દેડીયાપાડા ખાતેથી ગેરકાયદેસર બાયોડિઝલ જેવુ જ્વલનશીલ પ્રવાહી લીટર ૧૭૪૦૦ કિ.રૂ.૧૨,૧૮,૦૦૦/- પકડાયું છે. આ ગુનામાં સંડોવાયેલ આરોપીની એલસીબી પોલીસ નર્મદાએ ધરપકડ કરી છે.

આ અંગે ડેડીયાપાડા પોલીસ મથકમાં ફરીયાદી અ.હે.કો. વિજયભાઇ ગુલાબસિંગ એલ.સી.બી. નર્મદાઆરોપી સલીમભાઇ મહમદજી ખત્રી (ઉ.વ.૪૨ રહે.પારસી ટેકરા,ડેડીયાપાડા)સામે ઇ.પી.કો. કલમ-૨૮૫ તથા આવશ્યક ચીજ વસ્તુ ધારા કલમ-૩,૭,૧૧ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ફરિયાદની વિગત અનુસાર આરોપી સલીમભાઇ મહમદજી ખત્રી (ઉ.વ.૪૨ રહે.પારસી ટેકરા,ડેડીયાપાડા )એ પોતાના કબજા ભોગવટાના મકાનમાં ગેરકાયદેસર બાયોડિઝલ જેવુ જ્વલનશીલ પ્રવાહી લીટર ૧૭૪૦૦ કિ.રૂ.૧૨,૧૮,૦૦૦/- તથા ઉપયોગમાં લીધેલ સાધનો મળી કુલ કિ.રૂ.૧૩,૩૫,૧૦૦/- ના મુદામાલ મોટો આર્થિક લાભ મેળવવાના ઇરાદે રાખી પકડાઇ જઇ ગુનો કરતા ડેડીયાપાડા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

પાલેજમાં કોરોના પોઝિટિવનો પ્રથમ કેસ નોંધાયો.

ProudOfGujarat

નડિયાદ બસ સ્ટેન્ડથી પાંચ કિલોમીટરની ત્રિજ્યાના વિસ્તારમાં ટ્રાફીકને અડચણરૂપ વાહનો ટોઇંગ કરાશે..

ProudOfGujarat

ડાકોરના લોકમેળામાં પરિવારથી વિખૂટી પડેલી બાળકીનુ પોલીસે પરીવાર સાથે મિલન કરાવ્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!