સાગબારા તાલુકાના મોવી પાસે કતલ ખાને લઈ જતા પીકઅપ વાનમા ખીચોખીચ પશુઓ લઈ જતા ત્રણ આરોપીઓ ઝડપાયા છે. જેમાં બે ગાયો, એક વાછરડું, એક બળદ સાથે પીકઅપ વાન ઝડપાઈ. આ અંગે સાગબારા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
જેમાં ફરીયાદી અ.હે.કો પ્રદિપભાઈ અમરસિંગભાઈ સાગબારા પોલીસે આરોપીઓ (૧) દિનેશભાઈ પાચિયાભાઈ વસાવા (ર) વિનોદભાઈ ભારજીભાઈ વસાવા( રહે. બન્ને રહે-સૌરાપાડા તા.સાગબારા, જીલ્લો નર્મદા) (3) દિલાવરભાઈ અમરસિંગભાઈ વસાવા રહે. મકરાણ તા.સાગબારા, જીલ્લો નર્મદા)સામે ફરિયાદ નોંધી છે.
ફરિયાદની વિગત અનુસાર તહોમતદારોએ પોતાના કબજાની મહેન્દ્રા પીકઅપ ગાડી રજીસ્ટ્રેશન નંબર 9 -04-W6403 માં ગાયો નંગ-૨ જેની કિં રૂ.30,000/- તથા એક વાછરડુ જેની કિં.રૂ. ૫૦૦૦/- તથા બળદ નંગ ૧ જેની કીંમત રૂપિયા ૧૦,૦૦૦/- ના ખીચોખીચ હાલતમાં હલનચલન કરી ન શકે તેવી સ્થિતિમાં ધાસચારા પાણીની સગવડ વગર રાખેલ અને લોકોની ધાર્મિક લાગણી દુભાય તે રીતે કતલ કરવાના ઇરાદે ભરી લાવી પીકઅપની કિ.રૂ.૧,૨૦,૦૦૦/- તથા મોબાઈલ નંગ-૧ કિ.રૂ.૨,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૧,૬૭,000/- ના મુદ્દામાલ સાથે પકડાઈ જતા આરોપીઓ સામે
સાગબારા પોલીસે ઇ.પી.કો. કલમ ૨૯૫ (ક), ૧૧૪ તથા પશુ સંરક્ષણ અધિનિયમની કલમ ૫, ૬, ૮ તથા પશુ સંરક્ષણ સુધારા નિયમ ૨૦૧૧ ની કલમક(એ) તથા પશુ ધાતકીપણાના કાયદા ૧૯૬0 ની કલમ ૧૧ (ડી),(ઇ),(એફ) મુજબકાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે.
જ્યોતિ જગતાપ, રાજપીપલા