Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદાના ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રામ પંચાયત દ્વારા દરેક ગામોમાં નનામીની સુવિધા ફાળવવાની માંગ.

Share

નર્મદાના ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રામ પંચાયત દ્વારા દરેક ગામોમાં નનામીની સુવિધા ફાળવવાની માંગ ઉઠી છે. ગામલોકોની સુખાકારી માટે રસ્તા, પાણી, ગટર, લાઈટ જેવી અનેક સગવડો ગામ પંચાયત કરતી હોય છે. પણ આ અગત્યની ગણાતી નનામીને નજર અંદાજ કરી દઈયે છીએ. કોઈ યાદ કરતું નથી. કયારે જરૂર પડશે તે કોઇ કહી શક્તું નથી. જ્યારે જરૂર પડે ત્યારે દોડધામ કરીને આડોશી પાડોશી કે સગા સબંધીઓ સૌથી પહેલા આ વ્યવસ્થા કરવામાં લાગી જાય છે. ગામ પંચાયત પાસે અનેક પ્રકારના જનસેવાના કામો કરવાની તક હોય છે અને ફરજ પણ છે. તો પંચાયત આ કામ ન કરી શકે? ગ્રામ પંચાયત આ કામ કરી શકે છે. પણ તેઓ જાણકારીના અભાવે આ સામાન્ય લાગતી પણ અતિ આવશ્યક સેવા ગણાતી નનામી લાવવાનું માર્ગદર્શન તેમને મળતું હોતું નથી. છે તો આવો ખર્ચ કરાય કે નહી તેવા અવઢવમા નિર્ણય કરી શક્તા નથી તેથી આ પરિસ્થિતિ પેદા થાય છે.

છેલ્લા બે વર્ષમાં દરેક ગામમાંથી એક કરતાં વધુ માણસોના મૃત્યુ થયા છે. તેઓ માટે આ પ્રશ્ન અગત્યનો થઈ પડયો હતો કેટલાક ખાસ માણસોના અવસાન થતાં ગામ પંચાયતના તાલુકા પંચાયતના જિલ્લા પંચાયતના આગેવાન નેતાઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓ આવી સમશાન યાત્રામાં જોડાતા હોય છે. તેમને પણ આ વિચાર આવ્યો હોય એમ લાગતું નથી.

Advertisement

બે વર્ષ પહેલા તિલકવાડામા પેન્શન મંડળ પ્રમુખ છગનભાઈ વણકાર તથા તાલુકા વિકાસ અધિકારી દિપેસ પટેલ અને અન્ય સેવાભાવીઓએ સહયોગીઓ શોધી જરૂરિયાતવાળાં 20 થી વધુ ગામોને આ સગવડ પુરી પાડી હતી. તેથી આ તકે ગામ પંચાયતના તમામ સભ્યો, સરપંચ, તલટીઓ અને તાલુકા પંચાયતના હોદ્દેદારો તાલુકા વિકાસ અધિકારીઓ આ પ્રશ્ન ગ્રામ્ય લેવલે ખૂબ વેગવંતો બનાવે એક ઝુંબેશ ચલાવીને દરેક ગામની જરૂરિયાત પ્રમાણે નનામીની વ્યવસ્થા કરે એવી લોકોની માંગ ઉઠી છે

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

ભરૂચ સરદાર બ્રિજ પર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ.

ProudOfGujarat

વિશ્વની સૌથી મોટી હસ્તપ્રત શિક્ષાપત્રી વડતાલધામને અર્પણ કરાઈ.

ProudOfGujarat

बिशन सिंह बेदी, मदन लाल, संदीप सिंह और अन्य प्रसिद्ध हस्तियां “सूरमा” की विशेष स्क्रीनिंग में हुई शरीक!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!