કોરોના કાળમા સૌથી વધારે મહત્વ જો કોઈને મળતું હોય તો એ છે ડોક્ટર. જેમણે અસંખ્ય કોરોનાના દર્દીઓને સાજા કર્યા છે. અને અસંખ્ય લોકોને મોતના મુખમાંથી ઉગાર્યા છે. ડોક્ટરને લોકોએ ભગવાનનો દરજ્જો આપ્યો છે એવા ડોક્ટર સાચા અર્થમાં કોરોના વોરિયર્સ બન્યા છે. પણ આજે આપણે ગુજરાતની મધર ટેરેસા તારિકા જાણીતા સેવા ભાવિ અને માનવતાવાદી એવા ડોક્ટરની વાત કરવી છે જે કેન્સર જેવી દારૂણ અને મોંઘી બીમારીની સારવાર માત્ર એક રૂપિયામા કરે છે અને આ આ એક રૂપિયો પણ પોતાના માટે નહીં પણ ગાયોના સંરક્ષણ માટે ફંડ તરીકે ભેગા કરી ગૌ સેવા કરે છે. એમનું નામ છે ડો. દમયંતીબા સિંધા. રાજપીપલાના ડો. દમયંતીબા છેલ્લા છેલ્લા દસ વરસથી ફક્ત કેન્સરનો ઈલાજ કરે છે. કેન્સરના ઈલાજ પાછળ લાખોનો ખર્ચ થતો હોવા છતાં ઘણા દર્દીઓ સારા થતાં નથી પણ દેશ વિદેશમાંથી દમયંતીબા પાસે આવતા દર્દીઓનો વિના મુલ્યે ઈલાજ થાય છે. અને દર્દીઓ સારા થઈને જાય છે. આવો આજે આપણે નિશ્વાર્થ ભાવે લોકોની સેવા કરતા રાજપીપલાના ડો. દમયંતીબા સિંધા તેઓ આયુર્વેદ વનસ્પતિઓઅને જડીબુટ્ટીઓમાંથી દવા બનાવે છે. જેનાથી કેન્સર, લકવા, ડાયાબિટીસ, નિઃસંતાન દંપતી, ચામડીના રોગો, સફેદ કોઢ, કિડની, પથરી વગેરેનો ઈલાજ કરે છે. કેન્સરની દવા બનાવી અનેક બહેનોમાં ગર્ભાશયના કેન્સર તેમણે મટાડયા છે. લકવાના ર્દીઓ માટે વનસ્પતિઓ અને જડીબુટ્ટી વાટીને દવા તૈયાર કરીને પીવડાવીને લકવાના દર્દીઓને પણ પથારીવશ હતા તેને પણ ઉભા કર્યા છે.
દમયંતીબા એ કોરોનાના દર્દીઓની પણ સારવાર કરીને કોરોના પોઝીટીવમા સાજા કરી નેગેટિવ બનાવ્યા છે. રાજપીપલાની જિગીષા પટેલને કોરોના પોઝીટીવ આવતા ખુબ ગભરાઈ ગઈ હતી. પણ તેણે ડો.દમયંતીબા પાસે સારવાર લેતા સારી થઈ ગઈ હતી. એ ઉપરાંત એમણે આરોગ્ય માસ્ક ડ્રોપ બનાવ્યા છે જે માસ્કમાં બે ટીપા નાખીને માસ્ક પહેરવાથી 5 કલાક સુધી ઓક્સિજન મળતો રહે છે. એ ઉપરાંત દર મહિને ૧ થી ૧૨ વર્ષના બાળકને વિનામૂલ્યે સુવર્ણપ્રાશના ટીપા પીવડાવે છે જેથી બાળકનો શારીરિક બૌદ્ધિક વિકાસ થાય.
હવે આપણે ડો.દમયંતીબાના બીજા સ્વરૂપને પણ નિહાળીએ. દમયંતીબાને શરૂઆતથી લોકોની સેવા કરવાની ભાવના હતી. તેથી ગરીબ બહેનોને ભણાવવામાં મદદ કરી બાપ વગરની દિકરીઓને પિતાની છત્રછાયા ગુમાવનાર દીકરીઓને કન્યાદાન કરે છે. આવી ઘણી કન્યાઓનું કન્યાદાન કર્યું છે. સપના નામની દીકરી ભણવા જતી નહોતી તો તેને સ્કૂલમાં દાખલ કરી તેને નોટો, પુસ્તકો, કપડાં વગેરે જરૂરિયાતની વસ્તુઓ અપાવી મદદ કરી છે.
પોતે યોગ કોચ હોવાથી છેલ્લા પાંચ વર્ષના ભૂલકાથી માંડીને ૮૦ વર્ષની વૃદ્ધા બેહેનો સ્વસ્થઅને નિરોગી રહે એના માટે ડો. દમયંતીબા રોજ મફત યોગ ક્લાસીસ ચલાવીને યોગની તાલીમ પોતે જાતે આપીને સ્વસ્થ ભારત નિર્માણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. એ ઉપરાંત બહેનો પોતાના
પગભર થાય એના માટે 1500 થી વધુ બહેનોને સિવણ અને બ્યુટી પાર્લરની તાલીમ આપી તેમને સ્વનિર્ભર કર્યા છે અને આ બહેનો મહિને પાંચ હજારથી પચાસ હજાર કમાતી થઈ ગઈ છે. એ ઉપરાંત તેઓ ભૂખ્યાને ભોજન, ગરીબોને ચપ્પલ, વસ્ત્રોનું દાન, ઉપરાંત કોરોના કાળમાં અસંખ્ય લોકોને નિઃશુલ્ક ઉકાળાનું વિતરણ કર્યું છે.
આ કામગીરી માટે ડો. દમયંતીબાને 95 જેટલાં એવોર્ડ સન્માનથી સન્માનિત કર્યા છે જેમાં કોરોના વાયરસ એવોર્ડ, વુમન એક્સિલન્સ એચિવમેન્ટ એવોર્ડ, નારી રત્ન સન્માન, હેલ્થ કેર આઇકોનિક પર્સનાલિટી એવોર્ડ, જીનિયસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન, લીજેન્ડ ઓફ ધ વર્લ્ડ રેકોર્ડસહિત અનેક એવોર્ડથી તેઓ સન્માનિત થઈ ચુક્યા છે. સાચા અર્થમાં મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ છે. ખરેખર દમયંતીબા ગુજરાતના સાચા અર્થમાં મધર ટેરેસા છે. દમયંતીબા આવી જ રીતે લોકોની સેવા કરતા રહે એવી શુભેચ્છાઓ પાઠવીએ.
જ્યોતિ જગતાપ, રાજપીપલા