Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજપીપળા, આમલેથા, તિલકવાડા પોલીસ મથકના ગુનામાં પકડાયેલ દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવી નાશ કરાયો.

Share

લ્યો કરો વાત, દારૂબંધીના ગાંધીના ગુજરાતના નર્મદામા રૂ. 10 લાખનો પકડાયેલ મુદ્દામાલ 7268 બોટલ દારૂનો નાશ કરાયો છે. ગાંધીના ગુજરાતમા દારૂ પીવાય છે વેચાય છે, પકડાય છે અને નાશ પણ કરાય છે ! તેનો આ પુરાવો છે.

નર્મદા જિલ્લાના રાજપીપળા, આમલેથા, તિલકવાડા પોલીસ મથકમા પ્રોહીબીશન ગુનામાં પકડાયેલ દારૂના માલને નાશ કરવાની પરવાનગી મળતાં નર્મદા ના.પો.અધિક્ષક પરમાર તથા વાણી દુધાત, ભગત તથા નશાબંધી અધિક્ષક વસાવા આ તમામની સુચનાથી રાજપીપળા, આમલેથા, તિલકવાડા પોલીસ મથકના ગુનામાં નોંધાયેલ પકડાયેલ પ્રોહીબીશન મુદ્દામાલ ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂ કુલ બોટલ નંગ.7268 કિંમત રૂ.10,92,600 નો નાશ કરવામાં આવ્યો હતો. પોલીસ અને અધિકારીઓની હાજરીમા બુલડોઝર ફેરવીને દારૂનો નાશ કર્યો હતો.

જ્યોતિ જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

પટનામાં આરોપીની ધરપકડ કરવા ગયેલી પોલીસ પર હુમલો, ASI સહિત બે લોકો ઘાયલ

ProudOfGujarat

પેટ્રોલ ડિઝલના ભાવમાં ઘટાડો થતાં અન્ય ચીજવસ્તુઓના ભાવ ઘટાડવા વેપારી વર્ગને અનુરોધ કરતાં ઝઘડીયા ભાજપા અગ્રણી રશ્મિકાંત પંડ્યા.

ProudOfGujarat

ભરૂચ-નંદેલાવ રોડ પર મયુર પાર્ક સોસાયટીમા ખાનગી મોબાઇલ કંપની દ્વારા ટાવર ઉભું કરાતા વિરોધ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!