Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજપીપળા : દેડીયાપાડા તાલુકાના મોવીથી કમોદવાવ તરફ જતા રસ્તામાં દારૂ ભરેલી ગાડી રોકતા આરોપીઓએ પોલીસ કર્મીઓ સાથે દાદાગીરી કરી.

Share

દેડીયાપાડા તાલુકાના કમોદવાવ ગામની સીમમાં મોવીથી કમોદ વાવ તરફ જતા રોડની સાઇડમાં દારૂ ભરેલી ગાડી રોકતા પોલીસ કર્મીઓ સાથે દાદાગીરી કરવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. જેમાં મારૂતી સુઝુકી ગાડી ચઢાવવા જતા મારી નાંખવાની કોશીશ કરી આરોપીઓએ પોતાની ગાડી અથાડતા એકને ઇજા થવા પામી હતી. ગાડીને નુકશાનની પણ ફરિયાદ નોંધાઈ છે.

આ અંગેની ફરિયાદ ફરીયાદી ગુલાબભાઇ જાતરભાઇ વસાવા( ઉ.વ ૪૭ આમ હેડ કોંસ્ટેબલ સાગબારા પોલીસ સ્ટેશન રહેવાસી હાલ સાગબારા પોલીસ લાઈન, તા.સાગબારા જી.નર્મદા મુળ રહે ચીકદા તા ડેડીયાપાડા જી નર્મદા ) એ આરોપીઓ (૧) દિપકભાઇ ઉર્ફે ડીમ્પલભાઇ રમેશભાઇ પટેલ (રહે.ઉમરસાડી, માછીવાડ ,ચોટા ફળીયુ, તા. પારડી. જી.વલસાડ) (૨) અજયભાઇ રોહીતભાઇ ધોળી,( રહે. સરઇ , બંડાલ કુળીયા, તા.ઉમરગામ, જી. વલસાડ)સામે ફરિયાદ નોંધાઈ છે.

Advertisement

ફરિયાદની વિગત અનુસાર આરોપીઓ (૧) દિપકભાઇ ઉર્ફે ડીમ્પલભાઇ રમેશભાઇ પટેલ રહે.ઉમરસાડી, માછીવાડ ,ચોટા ફળીયુ, તા. પારડી. જી.વલસાડ (2) અજયભાઇ રોહીતભાઇ ધોળી, રહે. સરઇ, બંડાલ ફળીયા, તા.ઉમરગામ જી. વલસાડ નાઓએ ગેરકાયદેસર રીતે પોતાના કબજાની ગાડી નંબર GJ 06 5 6205 મા ભારતીય બનાવટના ઇંગ્લીસ દારૂની હેરફેર કરી અંક્લેશ્વર તરફ જતા દરમીયાન પોલીસે બાતમીનાં આધારે આ ગાડી રોકવા પ્રયત્ન કરતા આરોપીઓએ પોતાની ગાડી રોક્યા સીવાય નાસી ગયેલ હોઇ જે ગાડીનો પોલીસે પીછો કરેલ હોઇ અને ગાડીની વોચમાં રસ્તાની સાઇડમાં ઉભેલા પોલીસનો યુનિફોર્મધારી આ કામના ફરીયાદી તથા ફરીયાદી સાથેના સાહેદ જી.આર.ડી સભ્યોએ આરોપીઓના વાહન રોકવા સારૂ પ્રયત્ન કરી ઇસારો કરતા ફરીયાદી તથા સાથેના સાહેદ કર્મચારીઓને મારી નાંખવાના ઈરાદે આરોપીઓ ઈરાદાપુર્વક ફરીયાદી તથા સાહેદોનુ મોત નિપજાવવા સારૂ ફરીયાદી તથા સાહેદો ઉપર આરોપીઓએ પોતાના મારૂતી સુઝુકી કંપનીના 2D/- સીયાઝ કંપનીની મરૂન રંગની ગાડી ચઢાવવા જતા મારી નાંખવાની કોશીશ કરેલ.કબજામાંની GJ 06 HS 5205 પરંતુ ફરીયાદી તથા સાહેદો સાઇડ પર ખસી ગયેલ તેમ છતા ઇજા પામનાર
સાફેદ જી.આર.ડી કિનાભાઇ પ્રહલાદભાઇ વસાવાને આ આરોપીઓએ પોતાના કબજામાંની ગાડી વડે ટક્કર મારી મોઢાના ભાગે ઇજા પહોચાડી ફરીયાદીની વેન ગાડી નં GJ24 H 5558 ની સાથે આરોપીઓએ પોતાની ગાડી અથાડી દઈ નુકશાન કરી ગુનો કરતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

ભરૂચ-ઝનોર ગામે ૪ ફૂટ લાંબુ મગરનું બચ્ચુ મળી અાવ્યું.

ProudOfGujarat

રાજપીપલના રાણીપરા નામલગઢ તરફથી આવતી ST બસોને કુંવરપુરા ગામ પાસે વિદ્યાર્થીઓએ રોકી આંદોલન છેડ્યું : આપના આગેવાનને પોલીસે ડિટેન કર્યા

ProudOfGujarat

અંકલેશ્વર GIDC પો.સ્ટે ના પ્રોહીબિશન ના ગુના માં નાસતો ફરતો આરોપીને ઝડપી પાડતી ભરૂચ પેરોલ સ્કોડ….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!