Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજપીપળા : ઝરવાણી ફોરેસ્ટ રેસ્ટ હાઉસ પાસેથી ભારતીય બનાવટનાં દારૂ સાથે બે ઈસમોની અટકાયત કરાઇ.

Share

નર્મદાના ઝરવાણી ફોરેસ્ટ રેસ્ટ હાઉસ પાસેથી ભારતીય બનાવટનો ઈગ્લીશ દારૂ તથા બિયર ટીન કિ.રૂ.૧૭૪00/-ના ઈગ્લીશ દારૂ સાથે બે ઈસમો તથા એક મોટર સાયકલ મળી કુલ કિ.રૂ ૩૭૪૦૦/- નો પ્રોહી મુદ્દામાલ પકડી ગરૂડેશ્વર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

એમ.આઈ.શેખ પોલીસ સબ ઈન્સ ગરૂડેશ્વર પોલીસ મથકે નાઈટ રાઉન્ડ પુર્ણ કરીપોલીસ મથકે પરત થયેલ ત્યારે બાતમી મળેલ કે ઝરવાણી તરફથી અલ્લેશભાઈ મંગુભાઈ તડવી (રહે સાંકવા તા.ગરૂડેશ્વર જી.નર્મદા )વાળો માથાસર તરફથી પરપ્રાતીય ઈગ્લીશ દારૂ લઈ નીકળવાનો છે તેવી બાતમી
આપતા પોલીસ સ્ટાફ તથા પંચોને સાથે રાખી ઝરવાણી ફોરેસ્ટ રેસ્ટ હાઉસ નજીક રોડની વોચમાં હતા તે દરમ્યાન કાળા કલરની ડીસ્કવર મો.સા નં. GJ-22-D-2250 ઉપર બે સવારીમાં મો.સા ઉપર આગળના ભાગે એક થેલો મુકી તથા બન્નેની વચ્ચેના ભાગે એકથેલો મુકી મો.સા ચાલક અલ્પેશભાઈ મંગુભાઈ તડવી (ઉ.વ ૨૮ રહે સાંકવા તા.ગરૂડેશ્વર જી.નર્મદા) તથા તેની પાછળ બેસેલ અજિતભાઈ પુનીયાભાઈ વસાવા (રહે વાધપરા તા.ગરૂડેશ્વર જી.નર્મદા) રેઈડ દરમ્યાન પકડી પાડવામાં આવેલ.અને તેઓના કબજામાંથી મળી આવેલ થેલાઓમાં પાવર 10000 સુપર સ્ટ્રોંગ બિયર 500 ના ટીન નંગ ૧૨૬ કિ.રૂ ૧૨૬૦૦/- તથા રોયલ બ્લ્યુ મેલ્ટ વહીસ્કી 180 M.L પ્લાસ્ટિકના કવોટરીયા નંગ ૪૮ કિ.રૂ ૪૮૦૦/- મળી કુલ રૂ ૧૭૪૦૦/- નો પ્રોહી મુદ્દામાલ તથા આ મુદ્દામાલની હેરાફેરીમાં ઉપયોગમાં લીધેલ મો.સા ડીસ્કવર નં GJ-22-22250 નુ કિ.રૂ.૨૦,૦૦૦/- મળી કુલ ૩૭૪૦૦/- નો પ્રોહી મુદ્દામાલ ઝડપી પાડી બન્ને આરોપીઓની અટક કરવામાં આવેલ છે.

Advertisement

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

અંકલેશ્વર સામાજિક વનીકરણ રેન્જના ઉપક્રમે હાંસોટ તાલુકાના કુડાદરા ખાતે ૭૨ માં તાલુકા કક્ષાનાં વન મહોત્સવની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

રાજપીપળા : નર્મદાના ધાનપુર ગામના પ્રજ્ઞાચક્ષુ જય પટેલ દ્વારા અંધજનો માટે જય ફાઉન્ડેશનનો પ્રારંભ.

ProudOfGujarat

ગોવિંદગુરુ યુનિર્વસીટીની ખોખોની મહિલા ટીમ નેશનલ કક્ષાએ રમવા પહોચી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!