Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા જિલ્લામાં તા.૧૫ મી જુલાઇથી ધો.૧૦ અને ૧૨ ના રિપીટર વિદ્યાર્થીઓ માટેની બોર્ડની જાહેર પરીક્ષાઓનો થનારો પ્રારંભ.

Share

આગામી તા.૧૫ મી જુલાઇ,૨૦૨૧ થી રાજ્યમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી ધોરણ- ૧૦ (SSC) અને ૧૨ (HSC) સામાન્ય– વિજ્ઞાન પ્રવાહના રિપીટર વિદ્યાર્થીઓ માટેની જાહેર પરીક્ષાઓ નર્મદા જિલ્લામાં સંપૂર્ણ સુચારૂ રીતે લેવાય અને વિદ્યાર્થીઓ નિર્ભિકપણે પરીક્ષામાં ભાગ લેવા સાથે આ પરીક્ષાઓ શાંતિમય વાતાવરણમાં સંપન્ન થાય તે માટે જિલ્લાઓ કલેક્ટર ડી.એ. શાહના માર્ગદર્શન હેઠળ નિવાસી અધિક કલેક્ટર એચ.કે.વ્યાસના અધ્યક્ષપદે ગઇકાલે રાજપીપલા કલેકટરાલય ખાતે જિલ્લા સ્થાયી પરીક્ષા સમિતિની યોજાયેલી બેઠકમાં જિલ્લા વહિવટીતંત્ર-પરીક્ષાતંત્ર દ્વારા ધડી કઢાયેલા સુચારા એક્શન પ્લાન મુજબ પરીક્ષા કામગીરી સાથે સંકળાયેલા સૌ કોઇને સોંપાયેલી પરીક્ષાલક્ષી કામગીરી ચોકસાઇપૂર્વક કરવાની સાથે જે તે જવાબદારી સુપેરે નિભાવવા શ્રી વ્યાસે ભારપૂર્વક અનુરોધ કર્યો છે.

જિલ્લા શિક્ષણાધિકારી જયેશ પટેલ, શાળા સંચાલક મંડળના પ્રમુખ મહેશભાઇ પટેલ, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્ય એમ.જી.શેખ, આચાર્ય સંઘના પ્રમુખ યોગેશભાઇ ભાલાણી, પ્રાંત અધિકારી કે.ડી.ભગત, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક સી.એન.ચૌધરી, એસ.ટી. ડેપો મેનેજર પી.પી.ધામા, ડીજીવીસીએલના કાર્યપાલક ઇજનેર પટેલ ઉપરાંત સંબંધિત વિભાગોના અધિકારીઓ અને સમિતિના સભ્યઓની ઉપસ્થિતિમાં યોજાયેલી ઉક્ત બેઠકમાં ચર્ચા દરમિયાન જિલ્લા શિક્ષણાધિકારી જયેશ પટેલે જણાવ્યું હતું કે, આ પરીક્ષા સંબંધી આગોતરી તમામ પ્રકારની તૈયારીઓ અને આયોજન સરકારની કોવિડ-૧૯ ની માર્ગદર્શિકા અને S.O.P. ને ધ્યાનમાં રાખીને કરાયેલ છે. ધો.૧૦ SSC ના પરીક્ષા કેન્દ્રો જિલ્લાના તમામ તાલુકા મથકે ફાળવેલ છે, જ્યારે ધો.૧૨ વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહના પરીક્ષા કેન્દ્રો જિલ્લા મથક રાજપીપલા ખાતે ફાળવવામાં આવેલ છે. હાલની કોવિડ-૧૯ ની પરિસ્થિતિ મુજબ S.O.P. ની ગાઇડલાઇનનું સંપૂર્ણપણે પાલન કરવાની પરીક્ષાના સ્થળ સંચાલકો અને કર્મચારીઓને સૂચના અપાઇ છે તેમજ વિદ્યાર્થીઓની હોલ ટિકીટમાં તમામ સૂચના વિદ્યાર્થીઓને બોર્ડ દ્વારા અપાયેલ છે, તે પૈકી પરીક્ષા શરૂ થયા બાદ જો વિદ્યાર્થી મોડા પડે તો પણ પરીક્ષા શરૂ થયાના સમયથી ૩૦ મિનીટ સુધીનાં સમયગાળામાં વિદ્યાર્થીને પરીક્ષા ખંડમાં પ્રવેશ અપાશે,જેની વિદ્યાર્થીઓને ખાસ નોધ લેવા વિનંતી કરાઇ છે.

Advertisement

બોર્ડની આ જાહેર પરીક્ષાઓ દરમિયાન પરીક્ષાર્થીઓને કોઇપણ પ્રકારનો વિક્ષેપ કે મુશ્કેલી ન પડે અને વિદ્યાર્થીઓ નિર્ભિકપણે પરીક્ષા આપી શકે તે માટે જિલ્લાવના એસ.ટી., પોલીસ, વિજ, આરોગ્ય જેવા વિભાગોને વિશેષ લક્ષ આપી ખાસ તકેદારી રાખવાની પણ વિશેષ સૂચનાઓ જિલ્લા પ્રસાશન દ્વારા અપાઇ છે. બેઠકમાં અપાયેલી જાણકારી મુજબ બોર્ડની આ જાહેર પરીક્ષાઓમાં જિલ્લા ભરમાંથી કુલ-૫,૭૭૨ વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસશે, જેમાં ધોરણ-૧૦ SSC માં જિલ્લામાં ૦૬ પરીક્ષા કેન્દ્રો ખાતે ૩,૬૮૭ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે અને તે માટે ૧૫ પરીક્ષા બિલ્ડીંગોમાં ૧૮૫ બ્લોક નક્કી કરાયા છે. જ્યારે ધોરણ- ૧૨ HSC સામાન્ય પ્રવાહની પરીક્ષામાં ૧ પરીક્ષા કેન્દ્ર ખાતે ૧,૪૩૮ પરીક્ષાર્થીઓ બેસશે, જે માટે ૦૪ બિલ્ડીંગમાં ૭૨ બ્લોક નક્કી કરાયા છે. તેવી જ રીતે ધોરણ- ૧૨ HSC વિજ્ઞાન પ્રવાહના રાજપીપલા ખાતેના ૦૧ પરીક્ષા કેન્દ્રના ૩૩ બ્લોક નક્કી કરાંયા છે, જેમાં ૬૪૭ વિદ્યારથીઓ ૦૪ બિલ્ડીંગમાં પરીક્ષા આપશે.

જિલ્લા કક્ષાએ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં જિલ્લા પરીક્ષા કંટ્રોલ રૂમ તા.૧૪ મી જુલાઇ,૨૦૨૧ થી તા.૨૯ મી જુલાઇ,૨૦૨૧ સુધી સવારના ૭=૦૦ થી રાત્રીના ૮=૦૦ સુધી કાર્યરત કરાયેલ છે. આ કંટ્રોલ રૂમ ખાતે વિદ્યાર્થી-વાલીઓને પરીક્ષા સંબધી જરૂરી વિગતો અને જાણકારી અંગે માર્ગદર્શન ઉપરાંત કાઉન્સેલીંગ સેવાઓ ઉપલબ્ધ થશે. તેવી જ રીતે જિલ્લાના તમામ પરીક્ષા કેન્દ્રો ખાતેથી પણ કાઉન્સેલીંગ સેવાઓ ઉપલબ્ધ થશે. જિલ્લામાં આ પરીક્ષાઓ દરમિયાન ગેરરીતિઓ આચરાય નહિ અને સુલેહ-શાંતિ જળવાઇ રહે તે માટે જિલ્લા વહિવટીતંત્ર દ્વારા અમલમાં મુકાયેલા જરૂરી એવા તમામ પ્રતિબંધાત્મક આદેશોના અમલીકરણમાં વિદ્યાર્થીઓ–વાલીઓ સહિત સૌ કોઇને જરૂરી સહયોગ આપવા જિલ્લાં વહિવટીતંત્ર-પરીક્ષાતંત્ર તરફથી જાહેર અપીલ કરાઇ છે.

બોર્ડની આ જાહેર પરીક્ષાઓમાં તમામ બ્લોકકમાં CCTV કેમેરા લગાડવામાં આવેલ હોઇ, ગેરરીતી કરનાર કે કરાવનાર કોઇપણ વ્યકિત કેમેરામાં કેદ થઇ જશે. કેમેરાના ફુટેજના આધારે આવી વ્યકિતઓ સામે નિયમાનુસાર શિક્ષાત્મયક કાર્યવાહી કરવામાં આવશે. જેની સંબંધકર્તા તમામને નોંધ લેવા જાહેર અનુરોધ કરાયો છે.

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

પાવાગઢ-ચાંપાનેર ખાતે ૨૨ ડિસેમ્બરથી પંચમહોત્સવની ઉજવણી નિમીતે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે

ProudOfGujarat

ગુજરાતમાં ફરી એક વાર ભુપેન્દ્ર પટેલ લેશે સીએમ પદની શપથ, કોંગ્રેસના સપના ચકના ચુર વિપક્ષનું પદ પણ નહિ મળે તેવી સ્થિતિ.

ProudOfGujarat

ઝઘડીયા : ઉમલ્લા નજીકનાં જાંબોઇ ગામે ૩૮ વર્ષીય ઇસમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!