Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપલા: માંડણથી બોરીદ્રા ગામ તરફના વળાંકમાં બે મોટર સાઇકલ અકસ્માતમા એકનું મોત: એક ગંભીર

Share

નાંદોદ તાલુકાના માંડણથી બોરીદ્રા ગામ તરફના વળાંકમાં બે મોટર સાઇકલ અકસ્માતમા એકનું મોત નીપજ્યું છે જયારે એકને ગંભીર ઇજા થવા પામી છે.

આ અંગે રાજપીપલા પોલીસ મથકે ફરીયાદી શનાભાઈ દમણીયાભાઈ વસાવા (ઉ.વ ૨૦ ધંધો ખેતી રહે-ધાટોલી નિશાળ ફળીયુ તા-ડેડીયાપાડા જી.નર્મદા)એ આરોપી મોટરસાઈકલ નંબર GJ.2215514 નો ચાલક સામે રાજપીપલા પોલીસમા ફરિયાદ નોંધાવી છે.

Advertisement

ફરિયાદની વિગત અનુસાર મોટરસાઈકલ નંબર GJ.221.5514 નો ચાલકે પોતાની મો.સા પુર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી ફરીયાદીના છોકરાની મોટર સાઈકલ નંબર GJ.22.3991 ની સાથે એક્સીડેંટ કરી ફરીયાદીના છોકરા અરવીંદભાઈ શનાભાઈ વસાવા (ઉ.વ.૨૭ રહે- ધાટોલી તા-ડેડીયાપાડા જી.નર્મદાના) ને શરીરે માથાના ભાગે તથા કપાળના ભાગે તથા ડાબી આંખ પાસે તથા ડાબા પગે ગંભીર પ્રકારની ઈજાઓ પહોચતા તેનું ઘટના સ્થળ ઉપર મોત નિપજયું હતું તેમજ એક્સીડેન્ટ કરનાર મો.સા ચાલકને તથા બાળકને પણ શરીરે ઈજાઓ પહોચાડી ગુનો કરતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડ મા રહેતા(GHB) ગ્રુપના યુવાનો દ્વારા ગંભીર હાલતમાં પડેલી ગણેશજીની પ્રતિમાને નર્મદા નદીમાં વિસર્જન કરાવવામાં આવ્યું*

ProudOfGujarat

બ્રિટિશ PM બોરિસ જોનસનની પાર્ટીના સાંસદની ચાકુ મારી હત્યા : પોલીસે કરી આરોપીની ધરપકડ

ProudOfGujarat

દહેજ જીઆઇડીસી માં હવા પાણી પ્રદૂષણ મુદ્દે ચિંતા વ્યક્ત કરતા કોંગી આગેવાન સંદીપ માંગરોલા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!