Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપલા: નર્મદા જિલ્લામાં તા. ૧૨ મી જુલાઇ, તા. ૧૭ મી ઓગષ્ટ અને તા.૧૩ મી સપ્ટેમ્બર ૨૦૨૧ ના રોજ મિશન ઇન્દ્રધનુષ કાર્યક્રમ યોજાશે

Share

જિલ્લા કલેક્ટર ડી.એ.શાહના અધ્યક્ષપદે તાજેતરમાં રાજપીપલા કલેક્ટરાલયના કોન્ફરન્સ હોલ ખાતે યોજાયેલી મિશન ઇન્દ્રધનુષ અને IDCF ની બેઠકમાં જિલ્લામાં રસીકરણથી બાકી રહી ગયેલ માતાઓ અને ૦ થી ૫ વર્ષની વયના બાળકોને સ્પેશીયલ ડ્રાઇવ દ્વારા સંપુર્ણ રસીકરણ થાય અને કોઇપણ માતા અથવા બાળક રસીકરણથી વંચીત ન રહે તે રીતનું સૂચારૂં આયોજન ઘડી કાઢવા જિલ્લા કલેક્ટરશ્રી ડી.એ.શાહે સુચના સાથે જરૂરી માર્ગદર્શન પુરું પાડ્યું હતું.

જિલ્લા વિકાસ અધિકારી પી.ડી.પલસાણા, સિવીલ સર્જન ડૉ. જ્યોતિબેન ગુપ્તા, અધિક આરોગ્ય અધિકારીશ ડૉ. વિપુલ ગામીત, તાલુકા આરોગ્ય અધિકારીઓ, જિલ્લા ટી.બી ઓફિસર, આઇ.સી.ડી. એસ વિભાગના પ્રોગ્રામ ઓફિસર શ્રીમતી ક્રિષ્નાબેન પટેલ સહિત જિલ્લાના સંબંધિત અમલીકરણ અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી ઉક્ત બેઠકને સંબોધતા જિલ્લા કલેક્ટર ડી.એ.શાહે નોવેલ કોરોના મહામારીને અનુલક્ષીને કોવિડ-૧૯ વેકસીનેશનની કામગીરી ચાલી રહી છે ત્યારે વેક્સીનેશનમાં પણ કોઇપણ પ્રકારની તકલીફ ન પડે તે રીતે અલાયદી ટીમ થકી મિશન ઇન્દ્રધનુષ અંગે રસીકરણની કામગીરી અને IDCF પખવાડીયા ઉજવણી થકી જિલ્લાના નિયત કરાયેલ માતા અથવા બાળકને આવરી લેવાય તે રીતનું સૂચારૂ આયોજન ઘડી કાઢવા અનુરોધ કર્યો હતો.
આ બેઠકમાં અધિક આરોગ્ય અધિકારીશ્રી ડૉ. વિપુલ ગામીતે પાવર-પોંઇન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી મિશન ઇન્દ્રઘનુષ કાર્યક્રમના દર વર્ષે ત્રણ રાઉન્ડ યોજવામાં આવે છે તેમજ ચાલુ વર્ષે તા.૧૨ મી જુલાઇ, તા.૧૭ મી ઓગસ્ટ અને તા. ૧૩ મી સપ્ટેમ્બર, ૨૦૨૧ ના રોજ મિશન ઇન્દ્રઘનુષ કાર્યક્રમ યોજાશે, જેમાં નોટ ફુલ્લી ઇમ્યુનાઇઝેશન વાળા બાળકો, કોમ્યુનિકેશનથી વંચીત, માઇગ્રેશનવાળા અને કટઓફ વિસ્તારના તેમજ રસીકરણથી બાકી રહી ગયેલ બાળકો અને સગર્ભા માતાઓને આવરી લેવામાં આવે છે. આ કાર્યક્રમ અંતગર્ત ૦ થી ૫ વર્ષથી નાના બાળકો અને સગર્ભા માતાઓ જે નિયમીત રસીકરણ કાર્યક્રમથી વંચિત રહી ગયા છે તેવા બાળકો અને ધાત્રીમાતાઓનું સંપૂર્ણ રસીકરણ માટે ઇન્દ્રધનુષ કાર્યક્રમ દ્રારા એક વઘારાની તક આપવામાં આવે છે. સઘન મિશન ઇન્દ્રધનુષ એક વિશેષ અભિયાન છે તેમજ નર્મદા જીલ્લાના કુલ-૪૭ બાળકો અને ૮ ધાત્રી માતાઓને આવરી લેવાશે. આ અંગેનું સુ૫રવિઝન અને મોનીટરીંગ રાજયકક્ષા, જીલ્લાકક્ષાએથી અને તાલુકાકક્ષાએથી કરવામાં આવે છે. ગયા વર્ષે ૨૨-માર્ચના રોજ મિશન ઇન્દ્રધનુષ કાર્યક્રમ થયેલ જેમાં ૧૦૦ ટકા કામગીરી કરવામાં આવેલ હોવાનું તેમણે જણાવ્યું હતું.

Advertisement

વધુમાં, ડૉ. ગામીતે ડાયરીયાથી થતા બાળકોના મૃત્યુ અટકાવવા માટે દર વર્ષ ૦ થી ૫ વર્ષના બાળકોને આ કાર્યક્રમમાં આવરી લેવામાં આવે છે. ચાલુ વર્ષ- તા.૧૯ મી જુલાઇ થી તા.૨ જી ઓગસ્ટ સુધી IDCF પખવાડીયું ઉજવવાનું રાજયકક્ષાએ નકકી કરાયું છે જે અંતર્ગત આંગણવાડી અને આરોગ્ય શાખા ઘ્વારા મળી ૦ થી ૫ વર્ષના બાળકોને ડાયરીયા ઘ્વારા થતા મૃત્યુ અટકાવવા માટે આંગણવાડી, વર્કર અને આશા, એફએચડબલ્યુ ઘ્વારા ORS અને Zinc નો ઉપયોગ કઇ રીતે કરવો અને બાળકને કઇ રીતે બનાવીને આપી શકાય તે બાબતની યોગ્ય જાણકારી આપવામાં આવે છે. ORS અને Zinc ના પેકટ તમામ ૦ થી પ વર્ષના બાળકોને આપવામાં આવે છે. જેથી ૦ થી ૫ વર્ષના બાળકો ડાયેરીયાને કારણે મૃત્યુ થાય છે જે અટકાવવામાં સહાયરુપ થાય છે. તેમજ બાળકો ને સ્કુલમાં હેન્ડ વોશીંગ ડેમોસ્ટ્રેશન કરી સ્ટેપ શીખવવામાં આવે છે. મોબાઇલ હેલ્થ ટીમ ઘ્વારા અર્બન એરીયામાં કામગીરી કરવામાં આવે છે. સને ૨૦૨૧-૨૨માં ૪૬૨૯૪ બાળકોને આવરી લેવામાં આવનાર છે. જે અંગેનો પુરતો જથ્થો ORS – ૮૦૦૦૦ પેકટ અને Zinc- ૪૫૦૦૦ પેકટ પુરતા પ્રમાણમાં હોવાનું ડૉ. ગામીતે વધુમાં ઉમેર્યું હતું.

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

નર્મદા જિલ્લામાં ધો-૧૦ અને ધો-૧૨ ની બોર્ડની જાહેર પરીક્ષાઓનો શાંતિપૂર્ણ માહોલમાં થયેલો પ્રારંભ.

ProudOfGujarat

ઇરોસ નાઉ મ્યુઝિક આવતા છ મહિનામાં 100 થી વધુ સિંગલને લોન્ચ કરશે.

ProudOfGujarat

સુરતની ક્રાઈમ બ્રાન્ચની પોલીસ ટુકડીએ સુરતમાં સરથાણા વિસ્તારમાં આવેલ ગોવિંદ પાર્ક સોસાયટીમાં એક બંધ મકાનને નિશાન બનાવનારા તસ્કર ટોળકીને ઝડપી પાડી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!