કોરોનાની બીજી લહેરમાં લાખોને મોતને ઘાટ ઉતારનાર અને ગુજરાતની પ્રજાને મોંઘવારીની ભેટ આપનાર ભાજપ સરકાર સામે ખાતે ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપા સરકાર સામે આકરા પ્રહારો કરી ભાજપની નીતિરીતિની ઝાટકણી કાઢી હતી. બીજી લહેરમાં ભાજપા સરકારની અણ આવડત અને આયોજનના અભાવે ઓક્સિજન, બેડ, રેમડેસીવર ઇન્જેકસનની કમી, તથા યોગ્ય સારવાર ન કરી શકતા ગુજરાતમાં લાખો નિર્દોશ લોકોએ જાન ગુમાવ્યાએ માટે અમિત ચાવડાએ ભાજપા સરકારને જવાબદાર ઠેરવ્યા હતા. વડા પ્રધાન મોદીએ નવા કેબિનેટ પ્રધાન મંડળમાંથી આરોગ્ય પ્રધાનને બદલવા પડ્યા તે માટે કોરોનામા દેશના નાગરિકોને જાન બચાવવામા નિષ્ફ્ળ જતા વડા પ્રધાને આરોગ્ય મંત્રીનું રાજીનામુ લેવું પડ્યું પણ એ માટે માત્ર આરોગ્ય મંત્રી જ જવાબદાર નથી એ માટે વડાપ્રધાન પણ જવાબદાર છે માટે વડાપ્રધાન પણ જવાબદાર હોઈ તેમના રાજીનામાની માંગ કરી હતી.
એ ઉપરાંત ભાજપાના રાજમાં છાસવારે પેટ્રોલ ડિઝલઅને ગેસ તથા ખાતર સહિત જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓના સતત ભાવ વધારાની જનતાને ભાજપની સરકારે ભેટ આપી છે. કોરોના કાળમાં સતત વધતી જતી મોંઘવારીથી જનતા ત્રસ્ત છે આગામી 2022 ની ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમા પ્રજા ભાજપાને જાકારો આપશે અને ગુજરાતમા પરિવર્તન આવશે. 2022મા ગુજરાતમા કોંગ્રેસની સરકાર ફરી સત્તા પર આવશે એમ જણાવી કોંગી કાર્યકરો આગેવાનો 2022 ની ચૂંટણીની તૈયારીમા લાગી જવા અનુરોધ કર્યો હતો. ઉપરોક્ત નિવેદન રાજપીપલા સરદાર ટાઉન હોલમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના અધ્યક્ષ સ્થાને નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારીની મહત્વની બેઠકમા વાત જણાવી હતી.
જેમાં નાંદોદ તાલુકાના ધારાસભ્ય પી ડી વસાવા, માંડવી ધારાસભ્ય આનંદ ચૌધરી, પ્રદેશ મહામંત્રી હરેશ વસાવા, મંત્રી પ્રફુલ પટેલ, જિલ્લા પ્રમુખ હરેન્દ્ર વાળંદ, ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ ઇમ્તિયાઝ અલી કાદરી, પૂર્વ ધારાસભ્ય અમરસિંહ વસાવા તથા તાલુકા કોંગ્રેસના સદસ્યો હોદ્દેદરો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે પ્રદેશ પ્રમુખ સહિત કોંગ્રેસના આગેવાનોએ કોરોના કાળમાં કોરોનાને કારણે દિવંગત થયેલા પાંચ જેટલાં આગેવાનો સ્વ દિનેશભાઇ તડવી, ડો. ગંભીર વસાવા, લીલાબેન વસાવા, કાંતાબેન વસાવા, દેવજીભાઈ વસાવાને પુષ્પાંજલી અર્પી ભાવભીની શ્રદ્ધાંજલી આપી હતી. આ પ્રસંગે ધારાસભ્ય પી ડી વસાવા, માંડવીના ધારાસભ્ય આનંદ ચૌધરી, ઇમ્તિયાઝ અલી કાદરી, અરવિંદ દોરા વાળા, પ્રદેશ મંત્રી પ્રફુલ પટેલ સહીતના આગેવાનોએ
એ પ્રવચન કરી કોરોના, મોંઘવારી પેટ્રોલ ડિઝલના ભાવ વધારાથી જનતા ત્રાસી ગઈ છે લોકોના પ્રશ્નોને વાચા આપવા, સંગઠન મજબૂત બનાવી 2022 ની વિધાનસભાની ચૂંટણીમા ભાજપાને હરાવી કોંગ્રેસનું શાસન લાવવા અનુરોધ કર્યો હતો. કોરોનામાં ઓક્સિજન, બેડ, દવાઓ ન મળતાં હજારો લોકોના મોતની ભેટ ભાજપે આપી અને બીજી લહેરમાં બે લાખથી વધુ લોકોના મોત માટે ભાજપની સરકાર જવાબદાર છે એમ જણાવી અણ આવડત વાળી સરકાર ગણાવી હતી.
કોરોનામાં નર્મદા જિલ્લામા કેટલા સાચા મૃત્યુ થયાં તેનો સાચો આંકડો કોંગ્રેસ મેળવશે. તેમજ રાજપીપલા અંકલેશ્વર નેરોગેજ બંધ પડેલી રેલવે લાઈન ચાલુ કરાવવી પડશે નર્મદા સહિત ગુજરાતમા નેટવર્કના ઠેકાણા નથી. ઓનલાઇન શિક્ષણ અને ડિજિટલ શિક્ષણ ગામડાઓમા નિષ્ફ્ળ ગયું છે.સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આદિવાસીઓ, વિસ્થાપિતોના પ્રશ્નો ઉકેલવામાં ભાજપ સરકાર નિષ્ફ્ળ ગઈ હોવાનું જણાવી આકરા પ્રહારો કર્યા હતા. કાર્યક્રમના અંતે અમિત ચાવડા અને નાંદોદ ધારાસભ્ય પી ડી વસાવાની આગેવાનીમા મોંઘવારીની વિરોધમા પોસ્ટર બેનર સામે સૂત્રોચાર કરી રેલી કાઢી હતી.
જ્યોતિ જગતાપ, રાજપીપલા