Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપલા : મોંઘવારીના વિરોધમાં સાગબારા કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન : ભાજપના રાજમાં લોકો ત્રાહિમામના સુત્રોચ્ચાર સાથે સાગબારામા રેલી યોજાઇ.

Share

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મોંઘવારીના વિરોધમાં રેલી કાઢી વિરોધ પ્રદર્શન સાગબારા ખાતે કરવામાં આવ્યું હતું.હાલ મોંઘવારીને કારણે સામાન્ય પ્રજાજનો માટે આજીવિકા તેમજ દૈનિક જીવન ચલાવવાનું અત્યંત મુશ્કેલ બન્યું છે. દિન-પ્રતિદિન પેટ્રોલ અને ડીઝલસહિતની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવો વધવાને લીધે ગુજરાતના પ્રજાજનો પારાવાર હાલાકીભોગવી રહ્યા છે. આ સંજોગોમાં હમેશા પ્રજાની પડખે રહેવાની નીતિ અને કાર્યક્રમને અનુરૂપ કોંગ્રેસ દ્વારા વ્યાપકજનચેતના કાર્યક્રમ હાથ ધરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમીતભાઈ ચાવડાની સૂચના અનુસાર

નાંદોદના ધારાસભ્ય પી.ડી.વસાવાની આગેવાનીમાં અને નમૅદા કોંગ્રેસ પ્રમુખ હરેશ ભાઇ વાળંદ, સાગબારા તાલુકા કોંગ્રેસ સમિતિએ રેલી કાઢી મોંઘવારીને મુદ્દે સુત્રોચાર કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

દીપક જગતાપ,રાજપીપલા

Advertisement

Share

Related posts

વિરમગામના ચંદ્રનગર ગામે નૂતન રામજી મંદિરના ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ

ProudOfGujarat

ઝઘડીયાના રઝલવાડા અને ધોલી ગામે વિધવા બહેનોને અનાજ કીટનું વિતરણ કરાયું.

ProudOfGujarat

અંકલેશ્વર GIDC ના નોબલ માર્કેટમાંથી શંકાસ્પદ લોખંડ સળીયા ભરેલો ટેમ્પો ઝડપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!