Proud of Gujarat
FeaturedGujaratINDIA

આજે એરફોર્સ વાયુસેના દિવસની ઉજવણી નિમિત્તે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાશે વિશેષ કાર્યક્રમ

Share

રાજપીપલા, આરીફ જી કુરેશી

રાજપીપલા,પ્રતિ વર્ષની જેમ ચાલુ વર્ષે પણ તા. ૮ મી ઓક્ટોબર, ૨૦૧૯ ને મંગળવારના રોજ એરફોર્સ વાયુસેના દિવસની થનારી ઉજવણી નિમિત્તે એરમાર્શલ બી.એસ.ક્રિષ્નાના નેતૃત્વ હેઠળ ગાંધીનગર ખાતેથી તા. ૭ મી એ પ્રધાનમંત્રી ના “ફિટ ઇન્ડીયા મુવમેન્ટ”નો સંદેશો આપતી એરફોર્સના અધિકારી ઓ, એરફોર્સના જવાનો અને એરફોર્સની વાયુ સંગીનીઓ સાથે પ્રારંભાયેલી સાયકલ રેલી તા. ૮ મી ઓક્ટોબર, ૨૦૧૯ ના રોજ વડોદરાથી સવારે ૫:00 કલાકે પ્રસ્થાન કરી સાંજે ૪:૦૦ કલાકે નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના કેવડીયા કોલોનીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવી પહોંચશે. એર ઓફિસર કમાન્ડીંગ-ઇન-ચીફ અને વિશિષ્ટ સેવા મેડલ એરમાર્શલ સુરેન્દ્રકુમાર ઘોટીઆ આ સાયકલ રેલીમાં ભાગ લેનારાઓનું સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સ્વાગત-અભિવાદન કરશે. આ પ્રસંગે એરફોર્સના સેરીમોનીયલ બેન્ડ તેની મધુર સુરાવલીઓ સાથે દેશભક્તિના ગીતોની ધુન ગુંજવશે. આ સાયકલ રેલીમાં એરફોર્સના પરિવારના ૫૬ જેટલા સભ્યો જોડાયાં છે અને આ તમામને એરમાર્શલ સુરેન્દ્રકુમાર ઘોટીઆ દ્વારા ફલેગીંગ-ઇન કરી પ્રોત્સાહિત કરાશે.

Advertisement

Share

Related posts

ભરૂચ સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ દ્વારા વિરોધ : ટૂંક સમયમાં નિરાકરણ નહીં આવે તો હડતાળ પર ઉતરવાની ચીમકી.

ProudOfGujarat

રાજપીપળા : આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ ગુજરાતમાં રસીકરણ અભિયાન સરકારને મદદ કરવા માટે તૈયારી દર્શાવી.

ProudOfGujarat

ઝઘડીયાના મોહનપરી શિયાલી ગામે ચુંટણીની અદાવતે એક ઇસમને માર માર્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!