Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા : સાગબારા તાલુકાના કોડબા ગામ પાસે રોડ ઉપર ટ્રક અને બાઈક અકસ્માતમાં એકનુ મોત.

Share

નર્મદાના સાગબારા તાલુકાના કોડબા ગામ પાસે રોડ ઉપર ટ્રક અને બાઈક અકસ્માતમા એકનુ મોત નીપજ્યું છે. જયારે એકને ગંભીર ઇજા થવા પામી છે.

આ અંગે સાગબારા પોલીસ મથકમાં ફરીયાદી યોગેશભાઇ પ્રભાકરભાઇ નાઇક (રહે. સિર્વે, તા.તલોદા,જીલ્લો નંદુરબાર (એમ.એચ.)એ આરોપી ટ્રક નંબર M+20-E-9729 નો ચાલકસામે ફરિયાદ દાખલ કરી છે.

Advertisement

ફરિયાદની વિગત અનુસાર આરોપીએ પોતાના કબ્જામાની ટ્રક નંબર MF20-E-9729 પુરઝડપે અને ગફલતભરી રીતે બેદરકારીથી હંકારી કોડબા ગામના વળાંકમાં સામેથી આવતી ફરીયાદીની મોટર સાયકલ નંબર-g -05-M-7438ની સાથે અથાડીઅકસ્માત કરેલ. જેમાં ફરીયાદી તથા મો.સા.ચાલક
રોડની સાઇડમાં પડી જતા ફરીયાદીને ડાબા પગે ફેકચર તથા શરીરે ઇજાઓ પહોચી હતી તથા સંજયભાઇ જર્મનસિંહ વળવીને માથામાં ગંભીર પ્રકારની ઇજાઓ થતાં તેનું સારવાર દરમ્યાન મોત નીપજયું હતું. પોલીસે અકસ્માત મોત ગુનાની ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

સાંસદ મનસુખ વસાવાનું વન સંપત્તિ બચાવોનું અનોખું અભિયાન…

ProudOfGujarat

અભિનેતા જેસન શાહ 8 વર્ષ પછી ફરીથી એમી જેક્સન સાથે કામ કરશે.

ProudOfGujarat

અંકલેશ્વરમાં જીવીત યુવાનને મૃત જાહેર કરતી સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકતાં 3 લોકો સામે શહેર પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!