Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજપીપળા : જીતનગર ગામની સીમમાં રૂ.36,000 નાં ડ્રીપની પાઇપોની ચોરી થઈ.

Share

નાંદોદ તાલુકાના જીતનગર ગામની સીમમાંથી કોઈ અજાણ્યા ઈસમોએ રૂ.૩૬,000/-ની કિંમતની ડ્રીપની પાઇપોની ચોરીની રાજપીપલા પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં ફરીયાદી મનોજકુમાર શાંકરભાઈપંચાલ( ઉ.વ.૪ર ધંધો- ખેતી રહે. વાવડી પંચાલ ફળિયુ તા.નાંદોદ જી. નર્મદા)
એ કોઇ અજાણ્યા ચોર ઇસમ સામે રાજપીપલા પોલીસમાં ફરિયાદ દાખલ કરી છે.

ફરિયાદની વિગત અનુસાર ફરીયાદીની જીતનગર ગામની સીમમાં આવેલ સર્વે નંબર ૪૧૫ અને ખાતા નંબર રક૭ વાળી જમીનમાં ગઇ તા.૦૫/૦૭/૨૦૨૧ ના રોજ રાત્રીના રર/૦૦ વાગ્યાના સુમારે કિરણભાઇ ઉમંગભાઇ પટેલ સાથે આંટો મારવા માટે ગયેલ તે વખતે ડ્રીપની
પાઇપો પાથરેલ હતી અને તા.૦૬/૦૭/૨૦૨૧ ના રોજ સવારના આશરે નવેક વાગે ફરીયાદી તથા સાહેદ સર્વે નંબરવાળા ખેતરે ગયેલ. તે વખતે
ખેતરમાં પાથરેલ ડ્રીપની પાઇપો જોવા મળેલ ન હોય જે કોઇ ચોર ઇસમ ફરીયાદીના ખેતરમાંથી ડ્રીપની પાઇપો કિં.રૂ.૩૬,૦૦૦/- ની હોય જે ચોરી કરી લઇ જઇ જઈ નાસી જતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જ્યોતિ જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

બિપરજોયની અસર – ભરૂચમાં વરસાદની તોફાની એન્ટ્રી, વાદળો વરસ્યા બાદ સૂર્યદેવના દર્શન યથાવત

ProudOfGujarat

રાજપારડી પોલીસ સ્ટેશનમાં વાર્ષિક ઇન્સ્પેકશનનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

જ્યોર્જિયા એન્ડ્રિયાનીએ આધુનિક બ્રાઇડલ લુક્સ શેર કર્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!