Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપલાની સગીર કન્યાને પ્રેમ સંબંધ રાખવા મજબૂર કરી બાઈક પર અપહરણ કરી મરજી વિરુદ્ધનું કૃત્ય કરતા ચકચાર.

Share

રાજપીપલાની સગીર કન્યાને ગામના યુવકે પ્રેમ સંબંધ રાખવા મજબૂર કરી બાઈક પર કન્યાનું અપહરણ કરી મરજી વિરુદ્ધ બળાત્કાર કરતા ચકચાર મચી જવા પામી છે. કન્યાને રાજપીપલા કરજણ કોલોનીના બંધ મકાનમાં લઈ જઈ તેની સાથે મરજી વિરૂધ્ધ બળાત્કાર કરતા ભોગ બનનાર કન્યાએ રાજપીપલા પોલીસ મથકમાં બળાત્કારની પોલીસ ફરિયાદ નોંધાવી છે. એ ઉપરાંત કન્યાની મરજી ન હોવા છતાં તેના ફોટાઓ પોતાના મોબાઈલમાં પાડીને ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરવા માટેની ધમકી આપવાની પણ ફરિયાદ નોંધાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે કન્યાએ આરોપી વત્સલભાઇ મફતભાઇ કનોજીયા (રહે.વડીયાગામ તૈયલ સન સીટી સૌસાયટી તા નાંદોદ જી.નર્મદા)સામે ફરિયાદ નોંધી છે ફરિયાદની વિગત અનુસાર ભોગ બનનાર રાજપીપલાની રહેવાસી સગીર કન્યાને આરોપી વત્સલભાઇ મફતભાઇ કનોજીયા (રહે.વડીયાગામ રૌયલ સન સીટી સોસાયટી તા.નાંદોદ જી.નર્મદા) એ આજથી અઢી વર્ષ પર પોતાની સાથે પ્રેમ સંબંધ રાખવા અને ફરીયાદી કન્યા તેની સાથે પ્રેમ સબંધ નહીં રાખે તો પોતે મરી જવાની ધમકી આપતા આપતા કન્યા ડરી જતા આરોપી સાથે પ્રેમ સંબંધ રાખેલ. અને આરોપી ફરીયાદીને રાજપીપલા બજારમા જવાની ખોટી હકીકત જણાવી એક્ટીવા બાઇક ઉપર બેસાડી કરજણ કોલોની ખાતે આવેલ જુના જર્જરીત બ્લોકના બીજા માળે આવેલ રૂમમા લઇ ફરીયાદીને લઈ જઈ તેની મરજી વિરૂધ્ધ બળાત્કાર કરેલ અને ખરાબ શબ્દો બોલી ફરીયાદીને પોતાના બદકામ અંગેની કોઈને જાણ કરીશ તો જાનથી મારી નાંખીશ એવી ધમકી આપી હતી. ત્યારબાદ ફરીયાદી પોતાની બહેનપણી સાથે શીતળા માતાના મંદિરે ગયેલ તે દરમ્યાન આરોપી ત્યા આવી ફરીયાદીને કોઈ પણ રીતે પોતાની સાથે પ્રેમ સંબંધ રાખે તેમજ ફરીયાદીને પોતાનું કહ્યું માને તે માટે ફરિયાદીની મરજી ન હોવા છતાં તેના ફોટાઓ પોતાના મોબાઈલમાં પાડી લીધેલ અને આ ફરીયાદી અભ્યાસ માટે હાઇસ્કુલમાં ભણવા માટે જતા હતા તે દરમ્યાન સ્કુલ પાસે આટાફેરાઓ મારી હેરાન પરેશાન કરી તેમજ ફરીયાદી પોતાના ધરે રાતના સમયે વાંચન કરી રહેલ હતા તે સમયે ધરે આવી ફરીયાદીને પોતાની સાથે આવવા માટે જણાવતા તેણે ના પાડેલ અને પોતાના મોબાઇલમાં પાડેલ ફોટાઓ ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરવા માટેની ધમકી આપતા ફરીયાદી ડરી જતા ફરીયાદીને બાઇક ઉપર ધરેથી ઝુડા સુધી લઈ વહેલી સવારના ફરીયાદીને તેના ઘરે ઉતારી હેરાન પરેશાન કરતા ફરીયાદીએ સમગ્ર બાબતની પોતાના માતા પિતાને જાણ કરતા આરોપીએ ફરીયાદીની માતાને ફોન કરી ગમેતેમ બોલી ફરીવાદી સાથે વાતચીત કરાવવા માટે ધમકી આપેલ અને ફરીયાદીના રહેણાંક મકાન આગળ પણ આંટાફેરાઓ મારી ફરીયાદીને હેરાન કરી ગુનો કરતા રાજપીપલા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

સીએમઓ ઓફિસર તરીકે ઓળખ આપનાર ઠગ પકડાયો, સાયબર ક્રાઈમે કરી કાર્યવાહી

ProudOfGujarat

છોટાઉદેપુર પોલીસ સ્ટેશનનાં સ્ટાફ દ્વારા તેજગઢ ગામેથી પલ્સર મોટરસાયકલ દ્વારા પાયલોટીંગ કરી બોલેરો ગાડીમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો મળી કુલ કિં. રૂ ૬,૭૫,૨૦૦/- નો મુદ્દામાલ પકડી પાડવામાં આવ્યો હતો.  

ProudOfGujarat

કરજણ તાલુકાનાં ચોરભુજ ગામની સીમમાં આવેલા ખેતરનાં તળાવમાંથી મગરને રેસ્કયુ કરાયો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!