Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

“પુલના તકલાદી કામ મા -ભ્રષ્ટાચારની પોલની તપાસ માંગતા બીટીપી નેતા ડેડીયાપાડા ધારાસભ્યએ મુખ્ય મન્ત્રી સમક્ષ ન્યાયી તપાસની કરીમાંગ.

Share

કરજણ નદી પર આવેલા રાજપીપલા રામગઢના પુલના લોકાર્પણ વગર જ જનતાએ શરૂ કરી દીધેલ.જનતાએ એનો હજી પૂરો ઉપયોગ કર્યો નથી. તે પહેલા આ પુલ વચ્ચેથી બેસી જતા પુલના તકલાદી કામની પોલ ખુલી ગઈ હતી. જોકે એને તંત્ર દ્વારા તાતકાલિક સમારકામ શરૂ કરી દઈ હાલ આ પુલનેવાહન ચાલકોની અવરજ્વર માટે સદંતર બંધ કરી દેવામાં આવ્યો છે. એ વાતનો ઘણો સમય થયો હોવાથી હવે ચોમાસુ શરૂ થતાં રામગઢ ગામના લોકો રાજપીપલા આવી શકતા ન હોવાથી લોકો મુશ્કેલી મા મુકાયા છે અને હવે પુલ બંધ થઈ જતા લોકોને લાંબો ફેરો ફરવાનો વારો આવ્યો છે.
ત્યારે પુલ ફરી ક્યારે ચાલુ થશે એ તો ભગવાન જાણે પણ આ પુલના તકલાદીકામ અંગે તંત્રનું સૂચક મૌન પ્રજાને અકળાવી રહ્યું છે.તો બીજી તરફ હવે વિરોધ પક્ષના આગેવાનો નેતાઓ પુલના તકલાદી કામો મા થયેલ મોટા પાયે ભ્રષ્ટાચાર અંગે તપાસની માંગ કરી રહ્યા છે.
આ અંગે બીટીપી નેતા અને ડેડીયાપાડાના ધારાસભ્ય મહેશભાઈ વસાવાએ પુલના કામમા થયેલ ભ્રષ્ટાચારની ન્યાયી તપાસની મુખ્યમંત્રી સમક્ષ માંગ કરી છે. અને સરકાર સામે ગંભીર આક્ષેપો કર્યા છે.
ડેડીયાપાડાના ધારાસભ્ય મહેશભાઈ વસાવાએજણાવ્યું છે કે ભ્રષ્ટાચાર એકલો નર્મદા મા જ નથી થતો ભ્રષ્ટાચાર ગાંધીનગર લેવલે મિનિસ્ટર થી માંડીને અધિકારીઓથી માંડીને કોન્ટ્રાક્ટર લેવલે મોટા પાયે થાય છે!આદિવાસી ઓના વિકાસ માટે કરોડો રૂપિયા આવે છે. આ પુલ પણ આદિવાસી ગામના લોકો માટે બનાવ્યો હતો. લોકોને અવરજ્વર ની સુવિધા મળે તે માટે નાંદોદ તાલુકાને જોડતો આ પુલ બનાવ્યો હતો પણ આ પુલ નું હજી તો ઉદ્ઘાટન થયું નથી તે પહેલા જ આ પુલ બેસી પડયો છે. એના પાયા બેસી જાય એ કેવું તકલાદીકામ કહેવાય?તેમણે જણાવ્યું હતું કે હું ધારાસભ્ય તરીકે મુખ્યમંત્રી સમક્ષ માંગ કરું છું કે આ પુલના તકલાદી કામની તટસ્થ તપાસ થાય. અને આ કામમા ક્યાં અધિકારી ઓ, ક્યાં કોન્ટ્રાકટરો સંડોવાયા છે તેની સામે પગલાં લેવાની માંગ કરી છે રાજપીપલા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ મહેશભાઈ વસાવાએ પણ પુલના લોકો માટે શરૂ થાય તે પહેલા જ બેસી જતા પુલના કામ ભ્રષ્ટાચારની ચાડી ખાય છે. ત્યારે આમું સંગઠન નર્મદા વતી અમે આમાં થયેલ ગેરરીતિ ની માંગ કરીએ છીએ અને જવાબદારો સામે પગલાં લેવાની સરકાર સામે માંગ કરી છે
તો બીજી બાજુ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ના મન્ત્રી પ્રફુલ પટેલ પણ જણાવ્યું છે કે આ પુલસાથે ઘણા બધા ગામડાઓ જોડાયેલા છે. હવે ગ્રામજનોને લાંબો ફેરો ફરીને આવવું પડે છે તેના લીધે પ્રજાનો ખર્ચ અને સમય વેડફાઈ રહ્યો છે. ત્યારે વહેલી તકે આ પુલ ચાલુ કરવાની અને પુલ ના તકલાદી કામ ની તપાસ કરી જવાબદારો સામે પગલાં લેવાની માંગ કરી છે.

દીપક જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

ચકચારી દહેજ લાંચ કેસમાં GST ના નાસ્તા ફરતા પ્રિવેન્ટિવ ઓફિસરની ACB દ્વારા ધરપકડ…

ProudOfGujarat

ભરુચ જિલ્લા કલેકટર તુષાર સુમેરાના અધ્યક્ષપદે રોડ સેફટી કમિટિની બેઠક યોજાઈ

ProudOfGujarat

ઝઘડિયા તાલુકામાં તરબૂચની ખેતી કરનારાઓને ઓછો વેચાણ ભાવ મળતાં ઉત્પાદકો ચિંતિત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!