Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજપીપળા : દેડીયાપાડા તાલુકાના પોમલાપાડા ગામની સીમમાંથી ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી પાડતી દેડીયાપાડા પોલીસ.

Share

દેડીયાપાડા તાલુકાના પોમલાપાડા ગામની સીમમાંથી ભારતીય બનાવટનો કિં.રૂ.૨૧,૬૯,૬૦૦/-નો ઇંગ્લીશ દારૂનો જથ્થો દેડીયાપાડા પોલીસે ઝડપી પાડ્યો છે.

નર્મદાના ઈન્ચાર્જ પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્માની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક રાજેશ પરમાર રાજપીપલા ડીવીઝનના માર્ગદર્શન અને સર્કલ પોલીસ ઇન્સપેક્ટર પી.પી.ચૌધરીના સુપરવિઝન હેઠળ નર્મદા જીલ્લામાં પ્રોહી જુગારની ગેરકાયદેસર ચાલતી પ્રવૃતિ અટકાવવા સારૂ કામગીરી કરવા સુચના આપેલ. જે અન્વયે દેડીયાપાડા પોસઈ એચ.વી.તડવીને બાતમી મળેલ કે, દેડીયાપાડા પારસી ટેકરા ખાતે રહેતા વનરાજ ઉર્ફે ભુરીયો ઉર્ફ રાજા ભરતભાઇ આર્યએ મનોજભાઇ મગનભાઇ વસાવા (મુળ રહે નિંઘટ હાલ રહે. પોમલાપાડા ગામની સીમમા તા. પોમલાપાડા) દેડીયાપાડાથી અંક્લેશ્વર તરફ જતા રોડથી દક્ષીણે આવેલ કંચનભાઇ પાંચાભાઇ તડવી (રહે, થવાવી, નવી વસાહત,તા.દેડીયાપાડા)ની માલીકીના ખેતરમા મનોજભાઇ મગનભાઇ વસાવાએ બનાવેલ મકાનમાં મોટા પ્રમાણમા ઇંગ્લીશ દારૂનો જથ્થો સંતાડી રાખેલ છે. જે

ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂ મનોજભાઇ મગનભાઇ વસાવા તથા વનરાજ ઉર્ફે ભુરીયો ઉર્ફે રાજા ભરતભાઇ આર્ય એ ભેગા મળી મંગાવેલ છે અને મોડી રાતે ગ્રાહકો બોલાવી તેઓ આ જથ્થો વેચાણ કરવાના છે. જે બાતમી આધારે પો.સ.ઇ એચ.વી.તડવી તથા પોલીસ સ્ટાફના માણસો સાથે રેઇડ કરતા પોમલાપાડા ગામની સીમમાથી રોયલ બ્લેક વહીસ્કીના ક્વાટરીયા નંગ-.૨૦૭૩૬ કિમત રૂપીયા ૨૦,૭૩,૬૦૦/- તથા સેંગ્રામ ઇમ્પિરિયલ બ્લ્યુ વહીસ્કીના ક્વાટરીયા નંગ-૯૬૦, કિમત રૂપીયા ૯૬૦૦૦/- ના મળી કુલ બોટલ નંગ ૨૧૬૯૬ ફૂલ કિમત રૂપીયા ર૧,૬૯,૬૦૦/- નો મુદ્દામાલ પકડી પાડેલ છે અને આ ઇંગ્લીશ દારૂનો ગેરકાયદેસરનો જથ્થો વેચાણ કરવાના ઇરાદે મંગાવનાર આરોપીઓ વનરાજ ઉર્ફે ભુરીયો ઉર્ફે રાજા ભરતભાઇઆર્ય( રહે, દેડીયાપાડા, પારસી ટેરા, તા.દેડીયાપાડા, જી.નર્મદા )તથા મનોજભાઇ મગનભાઇ વસાવા મુળ (રહે. નિંઘટ હાલ રહે.પોમલાપાડાગામની સીમમાં તા.દેડીયાપાડા જી.નર્મદા) ના સ્થળ ઉપર હાજર નહીં મળી આવતા તેઓ વિરૂધ્ધ કાયદેસની કાર્યવાહી હાથ ધરી આગળની તપાસ પો.સ.ઇ.એચ.વી.તડવી દેડીયાપાડા પોલીસે હાથ ધરી છે.

Advertisement

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

ઝઘડીયા તાલુકાનાં પ્રાંકડ ગામે રોકડ અને સોના-ચાંદીના દાગીનાની ચોરી.

ProudOfGujarat

ભરૂચ નગરના જરજરિત મકાનો અંગે કાર્યવાહી ક્યારે …??? નોટીસ આપી સંતોષ માંડતી નગરપાલિકા

ProudOfGujarat

ભરૂચનાં વાંસી ગામ ખાતે રેગ્યુલર બસ ના આવતા વિદ્યાર્થીઓ દ્વારા જિલ્લા કલેકટરને કરાઈ રજુઆત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!