Proud of Gujarat
FeaturedGujaratINDIA

મોહસીને આઝમ મિશન રાજપીપળા દ્વારા વેકસીનેશન કેમ્પનું આયોજન કરાયું.

Share

નર્મદા જિલ્લામાં કોરોનાની બીજી લહેર ઘાતક નીવડી છે જેમાં મુસ્લિમ સમાજના ઘણા લોકોએ સ્વજનો ગુમાવ્યા છે. ત્યારે વેકસીન જ તેનો એક માત્ર ઉપાય છે. હાલ સમગ્ર નર્મદા જિલ્લામાં વેકસીનેશન કેમ્પ ચાલી રહ્યું છે ત્યારે મુસ્લિમ સમાજમાં પણ કોરોના વિરોધી વેકસીન લેવા માટે જાગરૂકતા આવે અને વધુમાં વધુ લોકો વેકસીન લે તે માટે આજે રાજપીપળા ખાતે મોહસીને આઝમ મિશન દ્વારા શેખ જમાત ખાના વડફળિયા ખાતે વેકસીનેશન કેમ્પ નું આયોજન કરાયું હતું. જેમાં આશરે ૫૦ જેટલા લોકોએ વેકસીનનો લાભ લીધો હતો. મોહસીને આઝમ મિશન રાજપીપળા ખાસ કરીને સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલ છે અગાઉ ઘણા એવોર્ડ દ્વારા સન્માનિત પણ કરવામાં આવ્યા છે.

રાજપીપળાના મુસ્લિમ ધર્મ ગુરુ સૈયયદ સુબ્હાની બાપુએ પોતે પરિવાર સાથે વેક્સીન લીધી હતી અને જણાવ્યું હતું કે આ કોરોનાની મહામારીમાં કેટલાક લોકો મૃત્યું પામ્યા છે અને કેટલાક લોકો બીમાર પડ્યા છે ને કેટલાક લોકો સાજા પણ થયા છે. કોરોનાથી લડવા માટે અને સુરક્ષિત રહેવા માટે કોરોનાની વેકસીન લેવી ખૂબ જરૂરી છે અને મુસ્લિમ સમાજ અને તમામ ધર્મ લોકોને કોરોના વેકસીન લેવાની અપીલ કરી હતી.

કેમ્પમાં હાજર ડોક્ટર અમીતાબેન ચૌહાણ જણાવ્યું હતું કે આજે મોહસીને આઝમ મિશન અંતર્ગત વેક્સિનનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો એમાં અમે ૫૦ જેટલા લોકોને રસીકરણ પૂરું કરાયું છે ઘણા બધા લોકો જાગૃત થયા છે હવે ધીમે ધીમે પબ્લિક વેકસીન લેવા માટે આવી રહી છે અને તમામ લોકો વેક્સિન લે, તેની કોઈ સાઈડ ઈફેક્ટ થતી નથી રસી સુરક્ષિત છે તેમ તેઓએસૌને વેક્સીન લેવા અપીલ કરી હતી.

Advertisement

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

વિધાનસભામાં ઢોર નિયંત્રણ બિલ પસાર કરવા પર માલધારી સમાજમાં આક્રોશ.

ProudOfGujarat

નડિયાદ : વસોના પેટલી પ્રાથમિક શાળામાં વિવિધ સ્પર્ધાઓ યોજાઈ.

ProudOfGujarat

संजू पोस्टर: पत्नी मान्यता दत्त के रूप में मिलिए दिया मिर्ज़ा से जिसने कठिन समय में हर पल दिया अपने पति का साथ!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!