Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા જિલ્લામાં મેઘરાજાનો વિરામ : દેડીયાપાડા તાલુકો-૨૫૫ મિ.મિ. વરસાદ સાથે જિલ્લામાં મોખરે…!

Share

નર્મદા જિલ્લામાં આજે છેલ્લા ૨૪ કલાક દરમિયાન જિલ્લાના કોઈ પણ તાલુકામાં વરસાદ નોંધાયો ન હોવાથી જિલ્લામાં મેઘરાજાએ વિરામ પાળ્યો હોવાના અહેવાલ નર્મદા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે.

જિલ્લામાં ચાલુ વર્ષના મોસમના કુલ વરસાદની આજદિન સુધીની પરિસ્થિતિ જોઇએ તો દેડીયાપાડા તાલુકો-૨૫૫ મિ.મિ. વરસાદ સાથે જિલ્લામાં મોખરાનાં સ્થાને રહ્યો છે. જ્યારે, તિલકવાડા તાલુકો-૨૨૪ મિ.મિ.સાથે દ્વિતિય સ્થાને, નાંદોદ તાલુકો -૧૪૪ મિ.મિ. સાથે તૃતિય સ્થાને, ગરૂડેશ્વર તાલુકો-૯૯ મિ.મિ.સાથે ચોથા ક્રમે અને સાગબારા તાલુકો-૬૫ મિ.મિ. વરસાદ સાથે પાંચમા સ્થાને રહેવા પામ્યો છે.

Advertisement

જિલ્લાના વિવિધ ડેમોની સપાટીની પરિસ્થિતિ જોઇએ તો નર્મદા ડેમ તેની ભયજનક સપાટી-૧૩૮.૬૮ મીટરની સામે-૧૧૩.૪૪ મીટર, કરજણ ડેમ તેની ભયજનક સપાટી-૧૧૬.૧૧ મીટરની સામે-૧૦૨.૦૮ મીટર, નાના કાકડીઆંબા ડેમ તેની ભયજનક સપાટી-૧૮૭.૭૮ મીટરની સામે-૧૭૯.૧૦ મીટર અને ચોપડવાવ ડેમ તેની ભયજનક સપાટી-૧૮૭.૪૧ મીટરની સામે-૧૭૯.૮૦ મીટરની સપાટી રહેવા પામી છે, જ્યારે નર્મદા નદીનું ગરૂડેશ્વર પાસેના ગેજ લેવલની ભયજનક સપાટી-૩૧.૦૯ મીટરની સામે ૧૫.૬૭ મીટર હોવાના અહેવાલ નર્મદા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે.

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

ઝઘડીયાના રાજપારડી ખાતે ૭૨ માં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

સેન્ટ ગોબેનના ભારતના સૌથી મોટા પ્લાસ્ટર બોર્ડ પ્લાન્ટનું ચેરમેન પિયર આન્દ્રે ચેલેન્જરનાં હસ્તે ઉદઘાટન

ProudOfGujarat

દહેજની જાનવી કેમિકલ કંપનીમાં કેમીકલની અંદર પડી જતા એક કામદારનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!