Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપલાની જનરલ હોસ્પિટલના સંકુલમાં સિવીલ સર્જન ડૉ. જ્યોતિબેન ગુપ્તાના હસ્તે કરાયું ART સેન્ટરનું ઉદધાટન.

Share

નર્મદા જિલ્લાના ART ના દર્દીઓને બરોડા સુધી જવુ ન પડે અને જિલ્લા કક્ષાએ જ સમયસર સારવાર મળી રહે તે હેતુસર રાજપીપલાની જનરલ હોસ્પિટલના સંકુલમાં ડિસ્ટ્રીક્ટ ટી.બી.સેન્ટરના મકાનમાં નવાં ART સેન્ટરનું ઉદધાટન સિવીલ સર્જન ડૉ. જ્યોતિબેન ગુપ્તાના હસ્તે કરાયું હતું. આ વેળાએ સિવીલ હોસ્પિટલના આર.એમ.ઓ ડૉ. મજીગાવકર, ડૉ.કોઠારી, ડૉ. જે.એલ.મેણાત, ડૉ. રવિ રાઠોડ સહિત તબીબી કર્મીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

ઉક્ત ART સેન્ટર ગુજરાત સ્ટેટ એઇડસ કંન્ટ્રોલ સોસાયટી અમદાવાદ સંચાલિત છે. જેમાં મેડીકલ ઓફીસર, કાઉન્સેલર, લેબ ટેક્નીશીયન તથા સ્ટાફનર્સ કાર્યરત છે. નવાં ART સેન્ટર ખાતે દર્દીઓના નિદાન, સારવાર, ફોલોઅપ અને કાઉન્સેલીંગ સહિતની સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. ART સેન્ટરના નોડલ ઓફિસર તરીકે જનરલ હોસ્પિટલના સિવીલ સર્જન ડૉ. જ્યોતિબેન ગુપ્તાની સરકાર દ્વારા નિમણૂંક કરાઇ હોવાનું જનરલ હોસ્પિટલના સિવીલ સર્જન, રાજપીપલા દ્વારા જણાવાયું છે.

જ્યોતિ જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

વાઘોડિયા પોલીસે હાલોલ વડોદરા રોડ પર આવેલા નર્મદા મેઈન કેનાલ પાસેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો…

ProudOfGujarat

ખોડલધામ વિદ્યાર્થી સમિતિ ભરૂચ અને ભરૂચ ખોડલધામ સમિતિ દ્વારા સમજણની વૃદ્ધિ સમાજની સમૃદ્ધિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ

ProudOfGujarat

રાહુલ દ્રવિડ ટી-20 વર્લ્ડકપથી 2023 વર્લ્ડકપ સુધી રહેશે કોચ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!