સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં એક તરફ નર્મદા નિગમ નવા નવા પ્રોજેક્ટો માટે પોતાની જમીનમાં સર્વે કરી રહ્યુ છે. તો બીજી બાજુ 6 ગામ કેવડિયા-કોઠી, લીમડી, ગોરા, નવાગામ, વાગડીયા અને ગોરા ગામમાં લોકો પોતાની વિવિધ માંગોને લઈ વિરોધ કરી રહ્યાં છે.ત્યારે ”વાગડીયા” ગામ લોકોએ રૂઢી-પ્રથા વાળી ગ્રામસભા બોલાવી બંધારણની જોગવાઈઓનું પાલન કરવા અને કરાવવા માટે અલગ અલગ 25 જેટલા ઠરાવો કર્યા છે. વાગડીયા ગ્રામજનોએ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં વાગડીયા ગામ લોકોએ બંધારણની જોગવાઈઓ નહિ માનનાર દેશદ્રોહી છે એવું બોર્ડ મારી દેતા તંત્ર દોડતું થઇ ગયું હતું. બાદમા તંત્રએજે બોર્ડ લગાવ્યું હતું જે આજે નર્મદા નિગમ ના કર્મચારીઓ અને મામલતદાર દ્વારા હટાવી દેતા વિવાદ ઉભો થતાં ગ્રામજનોનો વિરોધ કર્યો હતો.
આ મામલે ડેડીયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવાએ દરમ્યાનગિરી કરી સરકારને ચીમકીઆપતાં જણાવ્યું હતું કે જો આ 6 ગામના લોકોના પ્રશ્ન હલ નથી થાય તો આવનારા દિવસોમાં આદિવાસી MLA સાંસદો અને આદિવા સીઓ ભેગા થઇ આંદોલન કરીશું. આ છ ગામના લોકોને બોલાવી ધમકાવવા આવ્યા હતા. કે આ જે બોર્ડ લગાવવામાં આવ્યું છે જે નિગમની જમીન પર લાગવામાં આવ્યું છે માટે તેને હટાવી દેવાયું. એક તરફ સરકાર સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના 6 ગામના પ્રશ્નો હલ કરવા તરફ આગળ વધી રહી છે બીજી બાજુ આ 6 ગામના લોકોનો વિરોધ વધતો જાય છે હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના વાગડીયા ગામ લોકોએ બંધારણની જોગવાઈઓ નહિ માનનાર દેશદ્રોહી છે એવું બોર્ડ મારી દેતા તંત્ર દોડતું થઇ ગયું હતું અને બોર્ડ હટાવી દીધું.
સ્ટેચ્યુ ઓફ યુનિટીની બિલકુલ નજીકમાં જ વાગડીયા ગ્રામજનોએ લગાવેલું બોર્ડ ગરુડેશ્વર મામલતદારે તાબડતોડ કાઢી નાંખ્યું હતું. ગરુડેશ્વર મામલતદારે જણાવ્યું હતું કે એ બોર્ડ નર્મદા નિગમની જમીન પર માર્યું હોવાથી બોર્ડ અમે દૂર કર્યું છે. તો બીજી બાજુ વાગડીયા ગામના આગેવાન રવિ તડવીએ જણાવ્યું હતું કે અમારું ગામ 5 મી અનુસૂચીમાં આવે છે.અમે ગ્રામસભામાં ઠરાવ કરી બંધારણીય હક અધિકાર દર્શાવતી તકતી અમે લગાવી હતી. અમારે આ તકતી લગાવવા પેસા એક્ટ મુજબ કોઈ પણ અધિકારીની પૂર્વ મંજૂરી લેવી પડતી નથી.અમે ફરીથી આ તકતી લગાવીશું.
આ બાબતે ડેડીયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવાએ જણાવ્યું હતું કે અનુસૂચિ 5 હેઠળ ગ્રામસભામાં જે નિર્ણય કરવામાં આવ્યો હોય તેને વિધાનસભા, સુપ્રીમ કોર્ટ કે કોઈ નિગમ ચેલેન્જ કરી ન શકે. રૂઢિગત ગ્રામ સભાનો નિર્ણય જ માન્ય રાખવામાં આવે છે. સ્ટેચ્યુના નામે 19 ગામોને વિસ્થાપિત કર્યા છે, જે મકાનો બનાવવામાં આવ્યા છે તે રહેવા લાયક જગ્યા જ નથી.રૂઢિગત ગ્રામસભાને સત્તા આપવામાં આવી છે એ સર્વો પરી છે. આ બોર્ડ હટાવવામાં આવ્યું છે તે સરમુખત્યાર શાહી છે પણ આ 6 ગામના લોકોના વ્હારે આવ્યા છે અને એમને ચીમકી પણ ઉચ્ચારી છે કે જો આ 6 ગામના લોકોના પ્રશ્ન હલ નથી થાય તો આવનારા દિવસોમાં આદિવાસી MLA સાંસદો અને આદિવા સીઓ ભેગા થઇ આંદોલન કરીશું. હાલ તો આ બોર્ડ હટાવતા 6 ગામના લોકો રોષે ભરાયા છે.
દીપક જગતાપ, રાજપીપલા