રાજપીપલા, આરીફ જી કુરેશી
ભારતના પૂર્વ વડાપ્રધાન એચ.ડી.દેવગોવડાએ સ્ટેચ્યુ ઓફ યુનિટી, નર્મદા ડેમ, વિશ્વ વન,ક્રેકટસ ગાર્ડન અને ગરૂડેશ્વર દત્ત મંદિરની લીધેલી મુલાકાત
રાજપીપલા,ભારતના પૂર્વ વડાપ્રધાન એચ.ડી.દેવગોવડા આજે સવારે નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના કેવડીયા કોલોનીના વી.વી.આઈ.પી સરકીટ હાઉસ ખાતે આવી પહોંચ્યા ત્યારે જિલ્લા કલેકટર અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય વહિવટદાર આઈ.કે.પટેલે પુષ્પગુચ્છથી તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરી તેમને આવકાર્યા હતા. નર્મદા નિગમના અધિક્ષક ઇજનેર એચ.આર.કાનુનગોએ પણ પુચ્છગુચ્છથી પૂર્વ વડાપ્રધાન નું સ્વાગત કર્યું હતુ. આ પ્રવાસમાં જનતાદળ (સેક્યુલર) ના નેશનલ સેક્રેટરી જનરલ કે.આઇ. શિવકુમાર પણ તેમની સાથે જોડાયા હતા. ત્યારબાદ ૪૫ માળની ઉંચાઇએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યુઇંગ ગેલેરી પ્રતિમાના હદય સ્થાનેથી નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી પાણીની સતત આવકને લીધે ડેમની જળ સપાટીમાં સતત થઇ રહેલા પાણીના વધારાના લીધે ડેમમાંથી પાણીના થઇ રહેલા આઉટફલોનો અદભૂત નજારો પણ માણયો હતો. તદ્દઉપરાંત વિધ્યાંચળ-સાતપુડા ગિરીમાળાનું પ્રાકૃતિક સૌંદર્ય નિહાળવાની સાથે “મા નર્મદાના” પવિત્ર દર્શન થકી અલૌકિક ઉંચાઇએ પહોંચ્યાની અનુભૂતિ કરી હતી. ત્યારબાદ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રદર્શન, લાયબ્રેરીની પણ મુલાકાત લીધી હતી. આ પ્રસંગે સ્ટેચ્યુ ઓફ યુનિટીના નાયબ કલેક્ટર નિલેશકુમાર દુબેએ એચ.ડી.દેવગોવડાને સરદાર સાહેબની પ્રતિમાનું સ્મૃતિ ચિન્હ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશેની કોફી ટેબલ બુક અર્પણ કરી હતી.
પૂર્વ વડાપ્રધાન એચ.ડી.દેવગોવડાની સરદાર સરોવર- નર્મદા ડેમની મુલાકાત દરમિયાન નર્મદા ડેમના અધિક્ષક ઇજનેર એચ.આર.કાનુનગો અને કાર્યપાલક ઇજનેર એ.વી.ગજ્જરે નર્મદા ડેમની તકનીકી જાણકારીથી તેમણે વાકેફ કર્યા હતા. ત્યારબાદ તેઓશ્રીએ વિશ્વવન,ક્રેકટસ ગાર્ડનની પણ મુલાકાત લીધી હતી અને અંતમાં તેઓશ્રીએ ગરુડેશ્વર દત્ત મંદિરના દર્શન સાથે પૂજા-અર્ચના પણ કરી હતી
ઉ્ક્ત મુલાકાત દરમિયાન પ્રાંત અને લાયઝન અધિકારી કે.ડી.ભગત, સ્ટેચ્યુ ઓફ યુનિટીના વરિષ્ટ અધિકારીશ્રીઓ અને નર્મદા નિગમના વરિષ્ટ ઇજનેરશ્રીઓ પણ સાથે રહ્યાં હતાં.