Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપલા : આદિવાસીઓ હિન્દૂ નથી એ મુદ્દે નર્મદા ફરી વિવાદઉઠ્યો : ડેડીયાપાડાના BTP ના ધારાસભ્ય મહેશ વસાવાએ આજે પોતે હિન્દૂ નથીની વાત કરી અમે આદિવાસી છે અને રહીશુ કહ્યું.

Share

આદિવાસીઓ હિન્દૂ નથી એ મુદ્દે નર્મદા ફરી વિવાદ ઉઠ્યો છે. ડેડીયાપાડા ના BTP ના ધારાસભ્ય મહેશ વસાવાએ આજે રાજપીપલા ખાતે પોતે હિન્દૂ નથીની વાત કરીઅને જણાવ્યું હતું કે અમે આદિવાસી છે અને રહીશુ. આ અગાઉ ભાજપ સાંસદ મનસુખ વસાવા એમ કહી રહ્યા હતા  કે આદિવાસીઓ આદિ અનાદિ કાળથી હિંદુઓ છે. ત્યારે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા કે જ્યાં વિશ્વના પ્રવાસીઓ આવે છે એ વિસ્તારમાં આ બોર્ડ વાગતા ખળભળાટ મચ્યો છે.

જે બાબતે આજે ફરી ડેડીયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવા એ સુર ઉઠાવ્યો કે અમે હિન્દૂ નથી અમે માત્ર આદિવાસી છે પરંતુ ભારત દેશમાં સત્તા મેળવવા માટે લોકો હિન્દૂ શબ્દનો ઉપયોગ કરે છે આ હિન્દૂ નામનો શબ્દ કોઈ સંવિધાનમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી આદિવાસી આદિવાસી છે જેને ખોટી રીતે હિન્દૂ કહેવામાં આવેછે આ આદિવાસી  આદિ અનાદિ કાળથી આદિવાસી છેને રહશે અને અમે કોઈ હિન્દૂ છેનહીં અમે માત્ર આદિવાસી છે કહેતા રાજકારણ માં ભારે ગરમાવો આવ્યો છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં એક તરફ નર્મદા નિગમ નવા નવા પ્રોજેક્ટો માટે પોતાની જમીનમાં સર્વે કરી રહ્યુ છે તો બીજી બાજુ 6 ગામ કેવડિયા-કોઠી, લીમડી, ગોરા, નવાગામ, વાગડીયા અને ગોરા ગામમાં લોકો પોતાની વિવિધ માંગોને લઈ વિરોધ કરી રહ્યાં છે. ”વાગડીયા” ગામ લોકોએ રૂઢી-પ્રથા વાળી ગ્રામસભા બોલાવી બંધારણની જોગવાઈઓનું પાલન કરવા અને કરાવવા માટે અલગ અલગ 25 જેટલા ઠરાવો કર્યા છે.વાગડીયા ગ્રામજનોએ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં બોર્ડ લગાવ્યું હતું જે આજે નર્મદા નિગમના કર્મચારીઓ અને મામલદાર દ્વારા હટાવી દેતા વિવાદ થયો છે આજે આ છ ગામના લોકોને બોલાવી ધમકાવવા આવ્યા હતા કે આ જે બોર્ડ લગાવવામાં આવ્યું છે જે નિગમની જમીન પર લાગવામાં આવ્યું માટે જેને હટાવી દેવાયું.એક તરફ સરકાર સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના 6 ગામના પ્રશ્નો હલ કરવા તરફ આગળ વધી રહી છે બીજી બાજુ આ 6 ગામના લોકોનો વિરોધ વધતો જાય છે હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના વાગડીયા ગામ લોકોએ બંધારણની જોગવાઈઓ નહિ માનનાર દેશદ્રોહી છે એવું બોર્ડ મારી દેતા તંત્ર દોડતું થઇ ગયું અને બોર્ડ હટાવી દીધું આ બાબતે ડેડીયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવા પણ આ 6 ગામના લોકોના વાહરે આવ્યા  છે અને એમને ચીમકી પણ ઉચ્ચારી છેકે જો આ 6 ગામના લોકો ના પ્રશ્ન હલ નથી થાય તો આવનારા દિવસોમાં આદિવાસી MLA સાંસદો અને આદિવસીઓ ભેગા થઇ આંદોલન કરીશું હાલ તો આ બોર્ડ હટાવતા 6 ગામના લોકો રોષે ભરાયા છે .

જ્યોતિ જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે સદ્ ભાવના મિશન દ્વારા બહારપુરા ખાતે સ્વચ્છતા અભિયાન અંતર્ગત જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું.

ProudOfGujarat

કોહલીએ માત્ર ૨૦૦ ઈનીંગમાં ૯૫૦૦ રન પૂરા કર્યા

ProudOfGujarat

ગોધરા શહેરમાં વરસાદથી પડેલા ખાડાઓને લઈને કોંગ્રેસનું નગરપાલિકા તંત્રને આવેદન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!