Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપલા : નર્મદાના ગ્રુપ ગ્રામ પંચાયતનું વિભાજન કરી સ્વતંત્ર ગ્રામ પંચાયતના દરજ્જાની માંગ : માંગ નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી.

Share

નર્મદા જિલ્લાના ગામોને સ્વતંત્ર ગ્રામ પંચાયતનો દરજ્જો આપવાની માંગ આમું આદિવાસીઓના આમું સંગઠન દ્વારા ગુજરાત સરકાર દ્રારા ભારતના બંધારણ અને ગુજરાત પંચાયત અધિનિયમોનો ભંગ થતા આજથી રાજપીપલા કલેકટર કચેરી સામે આદિવાસી સંગઠનોએ ધરણા પ્રદશૅનકરી કલેકટરને આવેદન પત્ર આપ્યું હતું. આ પ્રસંગે આમું સંગઠનના પ્રમુખ મહેશભાઈ વસાવા તથા તેમની સાથે ડેડીયાપાડાના ધારાસભ્ય સહિત પાચ તાલુકાના આદિવાસી આગેવાનોએ આજથી પાંચ દિવસ માટે ધરણા પ્રદર્શન કરી સુત્રોચાર કરી વિરોધ પ્રદર્શન કરી આંદોલનનું રણશિંગુ ફૂંક્યુ હતું.

આ પ્રસંગે ડેડીયાપાડાના ધારાસભ્ય અને ભારતીય ટ્રાયબલ પાર્ટી (બીટીપી )ના આગેવાન મહેશભાઈ વસાવાએ જણાવ્યું હતું કે ભારતના બંધારણ અને ગુજરાત પંચાયત અધિનિયની જોગવાયો મુજબ આમુ સંગઠન નર્મદા જીલ્લાના માધ્યમથી ભારતના બંધારણ મુજબ દરેક ગામને સ્વતંત્ર ગ્રામ પંચાયતનો દરજજો આપવા માટે વષૉથી અનેકવાર કલેકટરને અને ગુજરાત રાજયના ઉચ્ચ કક્ષાના વિભાગો ને લેખીત રજુઆતો કરેલ હોવા છતા ગુજરાત રાજય સરકાર દ્રારા ખોટા ખોટા જુઠા બહાનાઓ લખી જણાવીને અમારી બંધારણીય માંગણીને ઠુકરાવામાં આવી છે. તેમજ ભારતીય બંધારણ અને ગુજરાત પંચાયત અધિનિયમનો ભંગ કરવામાં આવ્યો છે  જેના કારણે અમે આજથી  કલેકટર કચેરી નમૅદા સામે  ગુજરાત રાજય સરકારની ખોટી નિતીના વિરોધમાં ધરણા પ્રદશૅન કરી રહયા છીએ અને આવનારા સમયમાં અમારી સાચી તેમજ બંધારણીય માંગણી સ્વીકારવામાં નહિ આવે તો આ બાબતે અનેક પ્રકારના કાયૅક્રમો આપી ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે, અમારો આ આંદોલનને ટેકો છે એમ જણાવી કલેકટર નર્મદાને આવેદન આપ્યું હતું.

જયારે આમું સંગઠન નર્મદા ના પ્રમુખ મહેશભાઈ સરાધ વસાવાએ જણાવ્યું હતું કે નર્મદાના દરેક ગામને ગ્રામ પંચાયત આપો ૧૦૦૦ માણસોની વસ્તી હોય તેવા ગામને ગ્રામ પંચાયત મળશેનો પરિપત્ર બતાવામાં આવ્યો છે જયારે માત્ર ૮૧૦ માણસોની વસ્તી ધરાવતા કુવરપરાને અને માંગુ ગામને ૨૭૧ ની વસ્તીમાં સ્વતંત્ર ગ્રામ પંચાયત ફાળવામાં આવી છે. નિયમો બધા માટે સરખા રાખો આવી અસમાનતા બંધ કરવાની માંગ કરી હતી.

આ મામલે વિરોધ કરતા જણાવ્યું હતું કે ગ્રૃપ ગ્રામ પંચાયતોનું વિભાજન કરી વહલી તકે દરેક ગામને ગામ પંચાયતનો સ્વતંત્ર દરજજો આપો. ગુજરાત સરકારની કાયૅવાહી હાલમાં સને ૨૦૨૧ ની વસ્તી ગણતરી ચાલતી હોય ગામો શહેરોને અને વિસ્તારોને સરખા પ્રમાણમાં વહેચતા બ્લોક પાડવામાં આવ્યા હોય જેથી હાલમાં સ્વતંત્ર પંચાયતો આપવામાં આવશે નહિ એવુ બહાનું કાઢી અમારો મુદ્દો ટાળ્યો હતો. ગુજરાત રાજય સરકાર દ્રારા આ સમયનાં અરસા માંવડોદરા, અમદાવાદ અને સુરત મહાનગર પાલિકામાં અનેક ગ્રામ પંચાયતોને સમાવામાં આવી તે વખતે વસ્તી ગણતરી ૨૦૨૧ ને આવા બ્લોક જોવામાં કેમ ન આવ્યો તેવા સવાલો પણ ઉઠાવ્યા હતા. જીલ્લા તાલુકો પંચાયતોની ચુટણી યોજનાર હોવાનું બહાનું બતાવી ગ્રૃપ ગ્રામ પંચાયતનું વિભાજન કરવામાં નહિ આવે એવુ કારણ જણાવી ગુજરાત રાજય સરકાર ગ્રામ્ય વિસ્તાર સાથે ઓરમાયું વતૅન કરે છે અને આદિવાસીને ઉલ્લુ બનાવતા હોવાનું જણાવી હવે મુદ્દે આદિવાસીઓ એક મન્ચ પર આવી સરકાર સામે લડી લેવાનો જણાવતા આગામી દીવસોમા નવા રાજકીય સમીકરણો રચાય તો નવાઈ નહીં.

જ્યોતિ જગતાપ, રાજપીપલા 

Advertisement

Share

Related posts

પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા છ વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી ડીંડોલી પોલીસ

ProudOfGujarat

મંજૂરી મળે કે ન મળે 25 ઓગસ્ટે આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ થશે જ: હાર્દિક પટેલનો હુંકાર

ProudOfGujarat

લખતર સર.જે.હાઈસ્કૂલ સામે આવેલ પ્રમુખ હોસ્પિટલ માં બ્લડ ડોનેશન નો કેમ્પ યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!