હાલ રાજપીપલામા વડિયા જકાત નાકા રોડથી સંતોષ ચાર રસ્તા સુધી મહાવિદ્યાલય રોડ પર વડાપ્રધાનના ડ્રિમ પ્રોજેક્ટ સ્ટેચ્યુ ઓફ યુનિટીના ફોર લેન બની રહેલા રોડને પહોળો કરવાનું કામકાજ ચાલી રહ્યું છે. એક સાઈડ રોડ ઊંડો ખોડી નાંખ્યો છે તેથી આવતા જતા વાહનો એક જ સાઈડથી વાહનો દોડી રહ્યા હોઈ અહીં ટ્રાફિકજામ થઈ જાય છે. એવા સંજોગોમાં સંતોષ ચાર રસ્તા પાસે મહેતા કોમ્પ્લેક્ષથી માંડીને કેનેરા બેન્ક, નવી બની રહેલી સ્ટેટ બેન્ક પાસેઅને તેથી આગળ બીજાના ઘરો પાસેની ગલીઓમા આડેધડ ખાનગી વાહનો મારુતિ વાન, ટેંપા, રીક્ષા જેવા વાહનો ગમે ત્યાં ઉભા રાખી ગેરકાયદે સ્ટેન્ડ ઉભું કરી દેતા અહીંના સ્થાનિક રહીશો માટે આ ખાનગી વાહનો અડચણરૂપ અને ત્રાસરૂપ બની ગયા છે.
આ અંગે જિલ્લા પોલીસ વડાને રજુઆત કર્યા બાદ પોલીસ તંત્રએ સંતોષ ચાર રસ્તા પાસેના વાહનો અને આગળ જતા રોડના ચલતા કામકાજવાળા ખાડામા પાર્ક કરેલ વાહનો હટાવ્યા હતા પણ પોલીસના કાયદાની ઐસી કી તૈસી કરી બીજે દિવસથી આ ખાનગી વાહન ચાલકોએ ફરીથી ખાડામાં વાહનો પાર્ક કરી હવે ખાડામાં ગેરકાયદે પાર્કિંગ સ્ટેન્ડ બનાવી વાહનો પુનઃ પાર્ક કરી દીધા છે. આ વાહન ચાલકને પોલીસનો કોઈ ડર લાગતો નથી. પીએસઆઇ ની હાજરીમા ફરજ પરનો ટ્રાફિક પોલીસ ખુદ કહે છે સાહેબ અમે કહીએ તો પણ આ લોકો અમારું માનતા નથી. આ લોકો અમને ગાંઠતા નથી. આવું ખુદ ટ્રાફિકવાળા આવું કહેતા હોય તો ત્યારે અહીં ટ્રાફિક પોલીસ નિષ્ફ્ળ અને શોભાના ગાંઠિયા સમાન પુરવાર થઈ છે !
રાજપીપલા સંતોષ ચાર રસ્તા પરથી સ્ટેચ્યુ પર જવાનો મહાવિદ્યાલય તરફ જતા હાઇવે રોડ સતત 24 કલાક ટ્રાફિકથી ભરચક હોય છે. ઘણી વાર અહીં ટ્રાફિક જામ પણ થઈ જાય છે. અહીં કાયમી ટ્રાફિક પોલીસ પોઇન્ટની જરૂર છે. અહીં અગાઉ કલેકટરેનો પાર્કિંગ ઝોન જાહેર કરેલ છે છતાં પણ પોલીસના ડર વગર બિંદાસ્ત બે રોકટોક ખાનગી વાહન ચાલકો ગમે ત્યાં મનમાની રીતે ગેરકાયદે પાર્કિગ ઉભું કરી સમૂહમા ખાનગી વાહનો પાર્ક કરે છે.
હાલ કોરોના ચાલી રહ્યો છે ત્યારે ગામડાના લોકોને બેસાડતા ખાનગી વાહનો કોરોનાના વાહક બની રહ્યા છે. આ વાહનને સેનેટાઇઝ કરાતું નથી. માસ્ક વગરના લોકોને બેસાડવામા આવે છે. ચાલક ખુદ માસ્ક નથી પહેરતા અને વાહનમાં કોઈ પણ જાતના સોસીયલ ડિસ્ટન્સનું પાલન નથી કરતા. જેને કારણે આજુબાજુના સ્થનિકો પણ કોરોના સંક્રમિત થવાની ભીતિ સેવી રહ્યા છે. ત્યારે સંતોષ ચાર રસ્તા પાસે મહેતા કોમ્પ્લેક્ષથી કેનેરા બેન્ક, નવી બની રહેલ સ્ટેટ બેન્ક અને ત્યાંથી આગળ રોડના ચાલતા કામ વચ્ચે ખોદેલા ખાડામાં ગેરકાયદેસર ખાનગી વાહનોનું પાર્કિગ તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવે અને તેમની સામે દંડની કાર્યવાહી ધરે એવી લોકોની માંગ છે. અન્યથા સ્થાનિકોએ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાનો વારો આવશે એમ જાણવા મળેલ છે.
દીપક જગતાપ, રાજપીપલા