Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા : નેવડીઆંબા ગામે આરોપીના ઘરમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂ ઝડપાયો.

Share

નર્મદા જીલ્લામાંથી દારૂના દુષણને નાબુદ કરવા કડક નિર્દેશના અનુસંધાને રાજેશ પરમાર સાહેબ નાયબ પોલીસ અધિક્ષક રાજપીપલા ડીવિઝન રાજપીપલા તથા પી.પી. ચૌધરી સર્કલ પો.ઇન્સ ડેડીયાપાડાના સુપર વિઝન હેઠળ કે.એલ.ગળચર પોલીસ સબ ઈન્સ્પેકટર સાગબારા પોલીસની
બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસો સાગબારા તાલુકાના નેવડીઆંબા ગામે આરોપી હાવલાભાઇ શંકરભાઇ વસાવાના ધરમાં ગે.કા.વગર પાસ પરમીટે ભારતીય બનાવટની વિદેશી દારૂનો જથ્થો રાખેલ હોવાની બાતમી આધારે રેઇડ કરતા આરોપી હાવલાભાઇ શંકરભાઇ વસાવા ધરમાં મેકડોવલ વીસ્કી કાચના તથા પ્લાસ્ટીકના નંગ- ૭૯૦ કિ.રૂ.૭૯,૦૦૦/ના મુદ્દામાલ સાથે આરોપી હાવલાભાઇ શંકરભાઇ વસાવા (રહે. નેવડીઆંબા તા.સાગબારા, જીલ્લો નર્મદા)ને પકડી પાડી આરોપી સામે કાયદેસરની કાર્યવાહિ કરવામાં આવેલ છે.

જ્યોતિ જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

રાજપીપલામાં કરજણ ડેમ સાઇટ ખાતે “નૌકા અભિયાન-૨૦૨૧” યોજાશે.

ProudOfGujarat

વડોદરા: ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસમાં જંગી વધારો : હોસ્પિટલમાં જામી ભીડ

ProudOfGujarat

ભરૂચની સિંધવાઈ પોસ્ટ ઓફિસમાં તસ્કરો દ્વારા ચોરીનો નિષ્ફળ પ્રયાસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!