Proud of Gujarat
FeaturedGujaratINDIA

સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળનાં મુખ્ય કારોબારી અધિકારી તરીકે રવિ શંકરે સંભાળ્યો પદભાર.

Share

જામનગર કલેકટર તરીકે સફળતાપૂર્વક ફરજ બજાવનાર રવિ શંકરની રાજય સરકાર દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ(SOUADTGA)નાં મુખ્ય કારોબારી અધિકારી(CEO) તરીકે બદલી સાથે નિમણુંક થતા રવિ શંકરે પદભાર સંભાળ્યો છે રવિશંકરનું કચેરી ખાતે આગમન થતા ઉચ્ચ અધિકારીઓએ ઉષ્માભેર સ્વાગત કર્યું હતું.

વર્ષ ૨૦૦૭ માં ભારતીય સનદી સેવામાં સીધી ભરતીથી પસંદગી પામીને થરાદ, બનાસકાંઠા ખાતે મદદનીશ કલેકટર તરીકે જોડાઈને પોતાની યશસ્વી કારકિર્દીનો પ્રારંભ કરનાર રવિ શંકરે જિલ્લા વિકાસ અધિકારી પાટણ, જિલ્લા વિકાસ અધિકારી અમદાવાદ, જિલ્લા કલેકટર ગાંધીનગર, મ્યુનિસિપલ કમિશ્નર જૂનાગઢ મહાનગરપાલિકા,કમિશનર, આદિજાતી વિકાસ અને જિલ્લા કલેકટર જામનગર તરીકે સફળતાપૂર્વક ફરજ બજાવી છે.

Advertisement

SOUADTGA નાં મુખ્ય કારોબારી અધિકારી તરીકે વિધિવત પદભાર સંભાળ્યા બાદ રવિશંકરે જણાવ્યું હતું કે, સરકારે આ વિસ્તારનાં સંકલિત વિકાસની સાથે પ્રવાસનને વેગ આપીને સ્થાનિક પ્રજાનાં આર્થિક અને સામાજિક સ્તરને ઉંચા લાવવા માટે SOUADTGA ની સ્થાપનાં કરી છે, આ થકી સરકારનાં આ પવિત્ર ઉદ્દેશ્યને સાકાર કરવા ટીમ યુનિટી વિવિધતામાં એકતાનાં સૂત્રને સાર્થક કરશે તેવો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો, તેમ અધિક કલેકટર, સ્ટેચ્યૂ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સતામંડળ, કેવડીયાએ જણાવ્યું છે.

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

સુરત : વર્લ્ડ હાર્ટ ડે ની પૂર્વ સંધ્યાએ રન અને રાઇડનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ : ઉભા પાકને નુકસાન પહોંચતા જિલ્લાના ધરતીપુત્રો દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવાયું.

ProudOfGujarat

સરદાર વલ્લભભાઇ પટેલ ઝૂલોજીકલ પાર્ક (જંગલ સફારી) ની મુલાકાત લેતા ભુપેન્દ્ર યાદવ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!