Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા : તિલકવાડા તાલુકાના રેંગણ ગામે સગીર કન્યાએ ઝેરી દવા પી આત્મહત્યા કરતા ચકચાર…

Share

તિલકવાડા તાલુકાના રેંગણ ગામેં સગીર કન્યાએ ઝેરી દવા પી આત્મહત્યા કરતા ચકચાર મચી જવા પામી છે. જેમાં આરોપીએ તુ આ ઝેરી દવા પી મરી જા,એમ કહેતા સગીર કન્યાને ઝેરી દવા આપી આત્મહત્યા કરવા મજબૂર કરતા સગીર કન્યાએ ઝેરી દવા પી આપઘાત કરતા ચકચાર મચી જવા પામી છે. આ અંગે તિલકવાડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

જેમાં રેંગણ ગામના ફરીયાદીએ આરોપી જયેશભાઇ સોમાભાઇ વસાવા (રહે રેંગણ ટેકરા તા.તિલકવાડા જી.નર્મદા) સામે ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદની વિગત અનુસાર ફરીયાદીની સગીર દિકરીને આરોપીએ પ્રેમ સબંધ બાંધવા સારૂ તેનો વારંવાર પીછો કરી પ્રેમ સબંધ બાંધવા માટે મજબુર કરતા તેણીએ પ્રેમ સબંધ બાંધવાની ના પાડતા આરોપીએ ફરીયાદીની દિકરીને ઝેરી દવા આપી કહેલ કે “તુ આ ઝેરી દવા પી મરી જા “ તેમ કહેતા તેણીએ આ કામના આરોપીએ ઝેરી દવા પીવા મજબુર કરતા તેણીએ પોતાના ધરની પાછળ ખેતરમાં આરોપીએ આપેલ ઝેરી દવા પી જતા તેમને પ્રાથમીક સારવાર ગરૂડેશ્વર CHE ખાતે લઈ વધુ સારવાર માટે રાજપીપલા સરકારી દવાખાનામાં લઇ ગયેલ જેને ત્યાંથી વધુ સારવાર માટે એસ.એસ.જી. હોસ્પીટલ વડોદરા ખાતે રીફર કરતા રસ્તામાં તેનું મોત નીપજ્યું હતું.

Advertisement

આ અંગે આરોપીએ ભોગ બનનારને પ્રેમ સબંધ બાંધવા માટે વારંવાર દબાણ કરી આપધાત માટે મજબૂર કરી સગીર કન્યાનું મોત નિપજાવી ગુનો કરતા તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

ભાવનગર એસ.પી.દ્વારા એસ.પી.ઓફીસ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાય.

ProudOfGujarat

અમદાવાદમાં રિક્ષામાં પેસેન્જરની નજર ચુકવી ચોરી કરતી ગેંગ ઝડપાઈ.

ProudOfGujarat

સુરત : વિધાનસભાની અનુસૂચિત જન જાતિ કલ્યાણ સમિતિએ કાકરાપાર-ગોડધા- વડ ઉદ્દવહન સિંચાઈ યોજનાની મુલાકાત લીધી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!