Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપલા : શ્યામાપ્રસાદ મુખર્જીની ૬૭ મી પુણ્યતિથિએ નર્મદા જિલ્લામાં બલિદાન દિવસ ઉજવાયો : રાજપીપલા સહિત નર્મદામાં વૃક્ષારોપણઅને પુષ્પાંજલિ દ્વારા શ્રદ્ધાંજલિના કાર્યક્રમો યોજાયા.

Share

આજે ડો.શ્યામાપ્રસાદ મુખર્જીની ૬૭ મી પુણ્યતિથિ નર્મદા જિલ્લામા બલિદાન દિવસ તરીકે ઉજવાઈ હતી. જેમાં ભાજપાના કાર્યકરો આગેવાનોએ પોત પોતાના વિસ્તારમાં વૃક્ષારોપણ અને પુષ્પાંજલિ દ્વારા શ્રદ્ધાંજલિના કાર્યકમો યોજાયા હતા.

જેમાં આ પ્રસંગે નર્મદા જિલ્લામા રાજપીપલા પબ્લિક ગાર્ડન મા ડો.શ્યામાપ્રસાદ મુખર્જીના સ્મૃતિ દિવસ નિમિત્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો તથા નગરપાલિકાના સભ્યો તથાનર્મદા જિલ્લા મહિલા મોરચાની બહેનો, યુવા મોર્ચા કાર્યકરોએ બલિદાન દિવસની યાદમા વૃક્ષારોપણ કર્યું હતું.

આ પ્રસંગે જીલ્લા પંચાયત મોઝદા મુકામે શ્યામાપ્રસાદ મુખરજી બલિદાન દિન નિમિતે પુષ્પાંજલિ તેમજ વૃક્ષારોપણનો કાયૅક્રમ યોજ્યો હતો. જેમાં જીલ્લા પંચાયત સિંચાઈ સમિતિના ચેરમેન,મહામંત્રી તથા તા. પંચાયત સભ્યો તથા કાર્યકરો હાજર રહ્યા હતા. જયારે આંબાવાડી જીલ્લા પંચાયત સીટ પર કેવડી ગામે ડો સ્યામા પ્રસાદ મુખર્જી બલીદાન દિવસની ઉજવણી કરી આંબાવાડી ગામે મહાદેવ મંદિરે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. જીલ્લા પંચાયત પ્રમુખ, તાલુકા પંચાયતના સદસ્યો હોદ્દેદારો તેમજ પાર્ટીના કાર્યકર્તાઓ હાજર રહ્યાહતા.સાગબારા ભાજપ દ્વારા પુષ્પાંજલિ કાર્યક્રમ, ફુટ વિતરણ તેંમજ વૃક્ષો રોપણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

ભારતની એકતા અને અખંડિતતા માટે પોતાના પ્રાણનું બલિદાન આપી દેવાવાળા મહાન તત્વચિંતક, પ્રખર રાષ્ટ્રવાદી નેતા અને જનસંઘના સ્થાપક ડો.શ્યામાપ્રસાદ મુખરજીને કાર્યકરોએ તેમના કાર્યોને બિરદાવ્યા હતા. કલમ ૩૭૦ના પ્રખર વિરોધીડો. શ્યામાપ્રસાદ મુખર્જીએ ભારતની એકતા અને અખંડિતતા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું.

Advertisement

શ્યામાપ્રસાદ મુખર્જીનો નારો હતો કે, એક દેશમાં બે વડાપ્રધાન, બે વિધાન અને બે નિશાન નહી ચાલે. અને ગગન ભેદી નારા સાથે ભારતની એકતા અખંડતા અને સ્વતંત્રતા માટે તેઓ એ પહેલું રાષ્ટ્રવાદી આદોલન શરુ કર્યું હતું. તેમના બલીદાનને કારણે જ આજે જમ્મુ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ નાબૂદ થઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ નાબૂદ કરી શ્યામાપ્રસાદ મુખર્જીને ખરા અર્થમાં અંજલી આપી છે.

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

દિવાળીના સમયે મુસાફરીમાં સુવિધા વધારવા રાજ્ય સરકાર દ્વારા રાજ્યના નાગરિકોને વધુ 25 એસ.ટી બસોની ભેટ

ProudOfGujarat

નડિયાદમાં રામ જન્મોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળી

ProudOfGujarat

ભારતીય કિશાન સંઘની ઝઘડીયા તાલુકા કારોબારીની રચના કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!