Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજપીપળા જીલ્લા જેલ ખાતે કેદી બંધુઓ માટે યોગ શિબિરનું આયોજન કરાયું.

Share

રાજપીપળા જીલ્લા જેલ ખાતે આજરોજ તા.૨૨-૦૬-૨૦૨૧ ના રોજ “વિશ્વ યોગ દિન” નિમિત્તે મે, સેક્રેટરી જે.એ રંગવાલા,જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ,રાજપીપળાના અધ્યક્ષપણા હેઠળ યોગ શિબિરનું આયોજન કરવામાં આવેલ હતું. સમગ્ર ગુજરાત તેમજ વિશ્વમાંકોરોના વાયરસનું સંક્રમણ ફેલાયેલ છે. રાજપીપળા જીલ્લા જેલના બંદિવાનો તેમજ સ્ટાફ કર્મચારીમાં કોરોના વાયરસનું સંક્રમણ ફેલાય નહિ તે માટે તેમજ બંદિવાનો તણાવમુક્ત રહે તેમજ શારરીક સ્થિતિ સારી જળવાઇ રહે તેમજ રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય તે માટે યોગના ટ્રેઇનર મુગેશભાઇ બક્ષી, (પી.એલ.વી.) દક્ષાબેન પટેલ
તથા મહેશભાઇ પંચોલી દ્રારા તમામ બંદિવાનોને સોશ્યલ ડિસ્ટન્સ રાખી તેમજ કોવિડ-૧૯ ની ગાઇડલાઇનનું પાલન કરી યોગા કરાવવામાં આવ્યા હતા.

આ પ્રસંગે રાજપીપળા જીલ્લા જેલ ખાતેના તમામ બંદિવાન તથા સ્ટાફ કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. રાજપીપળા જિલ્લા જેલના ઇન્ચાર્જ અધિક્ષકશ કે.ટી.બારીયા, દ્રારા સેક્રેટરી જે.એ.રંગવાલા તથા યોગના ટ્રેઇનર મુગેશભાઇ બક્ષી,તથા મહેશભાઇ પંચોલી ખાસ ઉપસ્થિત રહીને યોગના કાર્યક્રમને સફળ બનાવ્યો હતો

જ્યોતી જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

વડોદરામાં એમ.ડી ડ્રગ્સ સાથે 2 આરોપીને ઝડપી પાડતી એસ.ઓ.જી.

ProudOfGujarat

ભરૂચના તવરા પાંચ દેવી મંદિરથી જવારાની ભવ્ય વિસર્જન યાત્રા યોજાઇ.

ProudOfGujarat

અંકલેશ્વર : માત્ર 5 વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજારાયુ….બાળકીનાં પિતાએ નરાધમને મોતને ઘાટ ઉતાર્યો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!