રાજપીપલા વિસ્તારમાં થયેલ ધરફોડ ચોરીના બનાવમા સીકલીગર ગેંગના બે સાગરીતોને ઝડપી કુલ-૭ ધરફોડ ચોરી એલ.સી.બી. નર્મદા પોલીસે ડીટેક્ટ કરી છે.
જેમાં એ.એમ.પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર, એલ.સી.બી નર્મદા તથા એલ.સી.બી. સ્ટાફના માણસોને જીલ્લામાં બનતા મિલ્કત સબબ ગુનાના કામે
બાતમીદારો રોકી બાતમી ગુના ડીટેક્ટ કરવા જણાવતા રાજપીપલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તા.૧૮/૦૬/૨૦૨૧ના કરાઠા ગામે રાત્રીના સમય દરમ્યાન ઘરફોડ ચોરી થેયલ. જે અનુસંધાને રાજપીપલા પોલીસ સ્ટેશનમા ચોરીનો ગુનો નોંધાયેલ. આ ગુનાની તપાસમાં એ.એમ.પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. તથા એલ.સી.બી પોલીસ સ્ટાફના પોલીસ માણસ તથા એલ.સી.બી. સ્ટાફના બીજા પોલીસ માણસો દ્વારા કરાઠા ગામે થયેલ ઘરફોડ ચોરીમાં મળેલ સીસીટીવી ફુટેજના આધારે બાતમીદારો દ્વારા શકમંદોની ઓળખ કરી હતી. આરોપીઓ રાજપીપલા ટાઉન વિસ્તારના રેલ્વે ફાટકની નજીક રહેતા સીકલીગર હોવાની અને આ સીકલીગરો ચોરીનો મુદ્દામાલ વડોદરા ખાતે વેચાણ માટે જતા હોવાની બાતમી આધારે ભદામ પાસેથી આરોપી (૧) રવિસીંગ તારાસીંગ સરદાર (સીકલીગર) (ઉ.વ.૩૮ રહે. રણોલી બળીયાદેવનગર, કૈલાશપતિ સોસાયટીની બાજુમાં તા.જી.વડોદરા) (૨) રાજવિરસીંગ ઉર્ફે સલીદરશિંગ રાજાસીંગ સરદાર (ઉ.વ.૨૦ ધંધો- ભારત ગેસ બોટલ ડીલેવરી બોય રહે. કાલાઘોડા રેલ્વે ફાટક નજીક, રાજપીપલા તા.નાંદોદ જી.નર્મદાના)ને પકડી તેઓની અંગ ઝડતી કરતા સોના-ચાંદીના દાગીના તથા ચાંદીના સીક્કા તથા જુના ચલણી સીક્કાઓ તેમજ તેમના
રાજપીપલા ખાતેના ઘરની ઝડતી દરમ્યાન ચોરી કરવા માટે વપરાયેલ હથિયાર તથા ચોરી સમયે પહેરેલ કપડા તેમજ ચોરી કરેલ પાનમસાલા તેમજ અન્ય ચીજવસ્તુઓ મળી કુલ્લે કિ.રૂ. ૯૩,૦૧૫/-ના મુદ્દામાલ સાથે અટક કરી તેમજ સહ આરોપી બોબીસીંગ કિરપાલસીંગ સીકલીગર રહે. રણોલી બળીયાદેવનગર, કૈલાશપતિ સોસાયટીની બાજુમાં તા.જી.વડોદરાનાને ગુનાના કામે વોન્ટેડ જાહેર કરી આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી રાજપીપલા પો.સ્ટે.ને સોંપવામાં આવ્યા છે. ગુનાના કામના આરોપીઓની એમ.ઓ. રાત્રી દરમ્યાન મોટર સાયકલ ઉપર નીકળી બંધ મકાનના નકુચા તોડી ચોરી કરવાની ટેવવાળા હોવાનું બહાર આવ્યું છે.
જ્યોતિ જગતાપ, રાજપીપલા