Proud of Gujarat
FeaturedGujaratINDIA

નાંદોદ તાલુકાના કરાઠા અને લાછરસ ગામે એક દુકાનના તાળા તોડવાનો અને ઘરફોડ ચોરીનો બનાવ.

Share

નાંદોદ તાલુકાના બે ગામો કરાઠા અને લાછરસ ગામે એક દુકાનના તાળા તોડવાનો અને ઘરફોડ ચોરીનો બનાવ બનવા પોલીસ ચોપડે નોંધાયો છે જેમાં કરાઠા ગામે દુકાનમાથી રોકડ રકમ અને દુકાનનો સમાનની ચોરી થઈ છે તો લાછરસ ગામે ઘરફોડ ચોરીમાં તિજોરી તોડી સોના ચાંદીના દાગીનાની ચોરીની ફરિયાદ રાજપીપલા પોલીસ મથકે નોંધાઈ છે.

પ્રથમ ફરિયાદમા ફરીયાદી વિરલકુમાર ચંદ્રકાંતભાઈ પટેલ (રહે.કરાઠા મંદિરફળીયુ તા.નાદોદ)એ આરોપીઓ ત્રણ અજાણ્યા ઇસમો સામે રાજપીપલા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. જેમાં બનાવની વિગત અનુસાર કોઇ અજાણ્યા ત્રણ ચોર ઇસમો દ્રારા ફરીયાદીની દુકાનના પાછળના પ્રવેશ દ્વારના દરવાજાનો નકુચો તોડી દુકાનમાં પ્રવેશ કરી ટેબલના ડ્રોવરમાં મુકેલ રોકડા રૂપિયા.૮૦૦૦/- તથા વિમલના બે પેકેટ કિ.રૂ.૨૦૦/- તથા તમાકુના બે પેકેટ કિ.રૂ.200/- કુલ રૂપિયા 8400/- ની મતાની ચોરી કરી નાસી જતા પોલીસે તપાસ આદરી છે.

Advertisement

જયારે બીજા બનાવમા લાછરસ ગામે ઘરફોડ ચોરીના બનાવમા ફરીયાદી ગિરીશભાઇ રમણભાઇ દેસાઈ( ઉ.વ-૫૫ ધંધો-ખેતી રહે.પટેલ ભાગ લાછરસ તા.નાંદોદ)આરોપી કોઈ અજાણ્યા ચોર ઇસમોસામે ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદની વિગત અનુસાર ફરીયાદીના રહેણાંક મકાનમા કોઈ ચોર ઇસમોએ ઘરના મુખ્ય દરવાજાનો નકુચો તોડી ઘરમાં પ્રવેશ કરી ઘરમાં મુકેલ તિજોરીનુ લોક તોડી અંદરના લોકરમાં મુકેલ સોના ચાંદીના સીકકા જેની કુલ કિં.રૂ.૪૬,૦૧૦ /- (અંકે રૂપીયા છેતાલીસ હજાર દશ પુરા) ની મત્તાની ચોરી કરી લઈ જઈ ઘરફોડ ચોરી કરી નાસી જતા રાજપીપલા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

નાગરિકોને મતદાન માટે પ્રોત્સાહિત કરવા સમગ્ર ભરૂચ જિલ્લામાં ફરી રહ્યો છે ‘અવસર રથ’

ProudOfGujarat

વધતી મોંઘવારી સામે ભરૂચમાં મહિલા કોંગ્રેસ આક્રમક, સરકાર વિરોધી સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરાતા પોલીસે કરી અટકાયત..!

ProudOfGujarat

અંકલેશ્વર તાલુકાનાં નૌગામા ગામની સીમમાં પાંચ જેટલા જુગારીયાઓ જુગાર રમતા ઝડપાયા હતા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!