ડોકટરો તેમજ પેરામેડિકલ સ્ટાફ પર થતાં હિંસક હુમલા અને મેડિકલ વ્યવસાય સામે થતાં ખોટાનિવેદનોસામે નર્મદાના તબીબોએ આજે રાષ્ટ્ર્રવ્યાપી વિરોધ કરી રાજપીપલા ખાતે ઇન્ડિયન મેડિકલ એસોસિશન નર્મદાના તબીબોએ કાળો દિવસ ઉજવી વિરોધ પ્રદર્શન કરી કલેકટરને આવેદન આપ્યું હતું.
આ પ્રસંગે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના નર્મદાના પ્રમુખ ડૉ. ગિરીશ આંનદ, સેક્રેટરી ડો હિરેન્દ્ર વસાવા સહીત એસોસિએશનના સદસ્યોએ ઉપસ્થિત રહી આવેદન આપી વિરોધ પ્રદર્શન કર્યું હતું.
આવેદનમા જણાવ્યું હતું કે આઇ. એમ.એ. આખા ભારતમાં ખાનગી ડોકટરોને સમાવતી સૌથી અગ્રણી સંસ્થા છે. આજનાં કોરોનાનાં આ કપરા સમયમાં ડોકટર્સ, નર્સ અને પેરામેડિકલ સ્ટાફ આપણી સરકારને આ મહામારી સામે લડવા માટે પોતાના જીવને તથા કુટુંબને જોખમમાં મૂકીને રાત-દિવસ શરીરની ક્ષમતાથી પણ વધુ કામ કરીને ” કોરોના વોરિયર્સ “તરીકે સાથ આપે છે. ઘણા સમયથી તબીબી વ્યવસાય સામે ઘણી મુશ્કેલીઓ વધી રહી છે. હાલમાં દેશમાં ખૂણે ખૂણે ડોકટરો તેમજ પેરામેડિકલ સ્ટાફ પર હિંસક હુમલા વધી રહ્યા છે. કોરોના જેવી ગંભીર બીમારી કે જેમાં દર્દીનુ મૃત્યુ અચાનક થાય તેવા કેસમાં આવાહિંસક હુમલાઓથી ગંભીર દર્દીઓની સારવાર માટે કામ કરતાં ડૉક્ટર્સ અને પેરામેડિકલ સ્ટાફનાં મનોબળ પર નકારાત્મક પ્રભાવ પડે છે. વધુમાં તાજેતરમાં જ ભારતનાં પ્રસિદ્ધ એવા યોગગુરુ બાબા રામદેવ તરફ્લી તબીબી વ્યવસાય સામે ઘણા વિવાદાસ્પદ અને દુર્ભાગ્યપૂર્ણ નિવેદન કરવામાં આવેલ છે, જે સત્યથી વિપરીત અને સામાન્ય જનતાને ભ્રમિત કરનારા છે. જેનાં વિરોધમાં આઇ.એમ.એ તરફથી રાષ્ટ્રવ્યાપી બ્લેક ડે (કાળો દિવસ) તરીકે 18/6/2021 ના રોજ રાષ્ટ્રવ્યાપી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. અમારી કેટલીક ખૂબ જરુરી માંગણીઓ છે. જેમાં
1. એક રાષ્ટ્રવ્યાપી (સેંટલ) હેલ્થકેર પ્રોફેશનલ પ્રોટેકશન ઍક્ટ જેમાં Cr.P.C અને I.P.C ની ધારાઓ સામેલ હોય.2. હૉસ્પિટલમાં સુરક્ષાનાં ધારા ધોરણોનું નિયમન અને વૃદ્ધિ ,3. હૉરિપટલને પ્રોટેકટેડ ઝોન (સંરક્ષિત વિસ્તાર ) જાહેર કરવા.તથા 4. હુમલાના આરોપીઓ પર ઝડપથી કાર્યવાહી કરવી તેમજ કડક સજા કરવાની માંગ કરી નર્મદાનાં કાર્યક્ષેત્રમાં આ મુજબનાં પગલાં લેવા માટે તેમજ સ્વાસ્થ્ય કર્મીઓ માટે દર્દીઓની સારવાર કરવા માટે સારું વાતાવરણ પૂરું પાડવાની માંગ કરી આવેદન આપી જિલ્લા કલેકટરને જવાબદારો સામે પગલાં લેવા રજૂઆત કરી હતી.
જ્યોતિ જગતાપ, રાજપીપલા