રાજપીપલા સહીત નર્મદા જિલ્લામા અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ આજે સારો વરસાદ પડતા નર્મદામા વિધિવત ચોમાસાનો પ્રારંભ થયો હતો. આજે સવારે રાજપીપલા ખાતે ધોધમાર વરસાદ તૂટી પડતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા.
આજે રાજપીપલામા સવારથી જ વરસાદ શરૂ થતા વિધિવત ચોમાસુ શરૂ થતા અને ખેતીલાયક સારો વરસાદ થતા ખેડૂતોમાં આંનદની લાગણી જન્મી છે. અસહ્ય ગરમી બાદ સારો વરસાદ થતા વાતાવરણમા ઠંડક પ્રસરી હતી. રાજપીપલામા આજે સારો ખેતીલાયક વરસાદ થતા જેમણે વાવણી કરી હતી. તેમને સમયસર સારો ખેતી લાયક વરસાદ થતા ખેડૂતોમાં આંનદની લાગણી જન્મી છે.
આ અંગે વાવડી ગામના ખેડૂત પરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે અમે બિયારણ લાવી વાવણી કરી દીધી હતી. સમયસર સારો વરસાદ થતા ખાસ કરીને કેળ પપૈયા તથા શેરડીના પાકને જીવતદાન મળી ગયું છે.ખેડૂતોએ જૂનના બીજા સપ્તાહમાં ખેતી લાયક સારો વરસાદ થશે એ ગણતરીએ બિયારણ વાવી દીધું હતું અને થોડું ઘણું ઉગી પણ નીકળ્યું હતું. આજે ખેતી લાયક સારો વરસાદ થતા ખેતી ના પાક માટે આજે ઉપયોગી વરસાદ થયો હતો.
જ્યોતિ જગતાપ, રાજપીપલા