Proud of Gujarat
INDIAFeaturedGujarat

સાગબારા ખાતે જમીન પ્રશ્ને એક જ કોમના બે જૂથ વચ્ચે ઝપાઝપી ઝઘડો મારામારી પ્રકરણમાં બે ને ગંભીર ઇજા.

Share

સાગબારા ખાતે જમીન પ્રશ્ને એક જ કોમના બે જૂથ વચ્ચે ઝપાઝપી અને ઝગડો તેમજ મારામારી પ્રકરણમા બે ને ગંભીર ઇજા થવા પામી છે. આ અંગે સાગબારા પોલીસ મથકે 6 ઈસમો સામે સામ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

જેમાં પ્રથમ ફરિયાદ ફરીયાદી મોહસીનખાન મહેબુબખાન આરબ (રહે.સાગબારા પંચાયત ફળીયુ. તા.સાગબારા, જીલ્લો નર્મદા) એ ચાર આરોપીઓ (૧) ફારૂક અબ્દુલગની આરબ (ર) આરીફ અબ્દુલગની આરબ (3) ઇનાયત સાકીરહુસેન આરબ (૪) અબ્દુલગની અહેમદહુસેન આરબ (ચારેવ રહે. સાગબારા) પટેલ ફળીયુ.તા.સાગબારા, જીલ્લો નર્મદા) સામે સાગબારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

Advertisement

ફરિયાદની વિગત અનુસાર ફરીયાદી બસ સ્ટેન્ડ સામે આવેલ દુકાન પાસે બેઠો હતો તે વખતે આ કામના આરોપી ફારૂક અને ઇનાયત
મોહસીનખાન પાસે આવી ફરી ને કહેવા લાગેલ કે, ઘનશેરા ગામની સીમમાં આવેલ જુનો સર્વે નંબર ૨૧ તથા નવા સર્વે નંબર ૧૧૪ વાળી જમીન અમારી છે તેમાં તમારે ખેડાણ કરવા જવુ નહી અને જશો તો માર મારીશુ તેવુ કહેતા ફરીએ જણાવેલ આ જમીન અમારી છે અને ચાલુ સાલે અમે ખેડવાના છે અને હું બીયારણ લેવા માટે સેલંબા જવુ છુ તેમ કહેતા આ કામના બંને આરોપીઓ ફરીને ગમે તેમ ગાળો બોલી ઝપાઝપી કરી આરોપી ફારૂકએ હાથમાં પથ્થર પકડી ફરીને માથામા પાછળના ભાગે મારી દેતા માથાની ચામડી ફાટી જતા લોહી નીકળેલ તથા આરોપી આરીફ દોડી આવી ફરીને બરડાના ભાગે તથા માથાના ભાગે હાથથી ઢીકો મારી તથા આરોપી ઇનાયત અને અબ્દુલગની પાછળથી દોડી આવી ઢીકા પાટુનો માર મારી ઇજા કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી એકબીજાની મદદગારી કરી. જીલ્લા મેજિસ્ટ્રેટ નર્મદાના જાહેરનામાનો ભંગ કરી ગુનો કરતા તેમની સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જયારે બીજી ફરિયાદમા ફરીયાદી ફારૂકહુસેન અબ્દુલગની આરબ (રહે.સાગબારા પટેલ ફળીયુ. તા.સાગબારા, જીલ્લો નર્મદા)એ આરોપીઓ
(૧) મોહસીનખાન મહેબુબખાન આરબ (ર) મકસુદભાઇ મહેબુબખાન આરબ (રહે.સાગબારા પંચાયતફળીયુ.તા.સાગબારા જીલ્લો નર્મ. સામી ફરિયાદની વિગત અનુસાર ફરીયાદી સાગબારા બસ સ્ટેન્ડ સામે આવેલ સુભમની દુકાન ઉપર ઉભા હતા તે વખતે આ કામના આરોપી મોહસીનખાન
ફરી.પાસે જઇ કહેવા લાગેલ કે તારી માએ દુધ પીવડાવેલ હોય તો ઘનશેરા વાળા ખેતરમાં પગ મુકી જો અને મારી સાથે મગજમારી કરજે તેમ
કહેતા ફરી.એ આરોપી મોહસીનખાને જણાવેલ કે,તારી માએ દુધ પીડાવેલ હોય તો ખેતરમા તુ પગ મુકી જો તેમ કહેતા આરોપી મોહસીનખાને એકદમ ગુસ્સામાં આવી જઇ ફરીને ગમે તેમ ગાળો બોલી ઝપાઝપી કરવા લાગેલ તે પછી આરોપી મકસુદભાઇ દોડી આવી દુકાનમાંથી કાળા કલરનુ સાયલન્સર હાથમા લઇ ફરીને એક સપાટો છાતીના ભાગે મારી તથા આરોપી મકસુદભાઇએ ઢીકા પાટુનો માર મારી ઝપાઝપી કરી ફરી ને ઓટલા ઉપરથી નીચે પાડી દેતા ઓટલાની ધાર ડાબા તથા જમણા હાથની કોણીના ભાગે ઇજા પહોચાડી જાનથી મારી નાખવાની ધમકી આપવાની ફરિયાદ આપતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

સુરતમાં શાળા શરૂ થયા છતાં બજારમાં હજી પણ પાઠ્યપુસ્તકોની અછત.

ProudOfGujarat

નેત્રંગ,વાલીયા અને ઝઘડીયા તાલુકામાં આદિવાસી લાભાર્થીઓને રાજ્ય-કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાનો લાભ અપાવાની ઝુંબેશની કામગીરી શરૂ.

ProudOfGujarat

ભરૂચના ફૈઝનગરમાં ભર બપોરે ચોરી: રૂ!. ૧ લાખ ૩૨ હજારના સોનાના ઘરેણાની ચોરી થી ચકચાર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!