Proud of Gujarat
FeaturedGujaratINDIA

SOU વિવાદ : ગ્રામજનો તંત્ર વચ્ચે વારંવાર ઘર્ષણથી સરકાર અસમંજસમાં, CM સાથે ગાંધીનગરમાં મિટિંગ યોજાઈ.

Share

સ્ટેચ્યુ ઓફ યુનિટીને લઈને વિવિધ પ્રોજેક્ટ માટે જરૂરી જમીનોને લઈને અનેક વાર વિવાદ થઈ રહ્યો છે. આ વિસ્તારમાં કોઈપણ જાતની ફેન્સીંગની કામગીરી અથવા તો જમીન લેવલીંગ કે અન્ય કોઈ સરકારી કામગીરી થાય ત્યારે વિવાદ થતો રહે છે. ગ્રામજનો તંત્ર વચ્ચે ઘર્ષણ થાય છે. હવે ઝડપથી વિકાસ માટે સરકાર કાયમી ઉકેલ ઈચ્છે છે. ગ્રામજનો વર્ષોથી પોતાની જમીન મુદ્દે લડત લડતા આવ્યા છે ત્યારે હાલમાં સરકાર પણ 6 ગામનો જે મુદ્દો છે તેનો ઉકેલ લાવવા માટે પ્રયાસ કરી રહેલ છે મળતી માહિતી અનુસાર રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ આ બાબતે ખાસ ગાંધીનગર ખાતે મિટીંગ કરી સ્થાનિક આગેવાનો સાથે મળી જરૂરી ચર્ચા કરી હતી. જેમાં રાજ્યના આદિજાતી વિકાસ મંત્રી ગણપત વસાવા, સાંસદ મનસુખભાઇ વસાવા, છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવા નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ તેમજ માજી મંત્રી શબ્દશરણ તડવી, તેમજ કેવડિયા ગામના દિનેશ તડવી કે જેઓ જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિ અધ્યક્ષ છે.

તેઓ સહિત નર્મદા નિગમના અધિકારીઓને સાથે રાખીને સી.એમ સાથે મીટીંગ કરવામાં આવી હતી. અને આ મુદ્દાનો સુખદ ઉકેલ ગ્રામજનોના હિતમાં આવે તેવા પ્રયાસ કરવામાં આવ્યા હતા હવે જોવું રહ્યું કે જે પેકેજ નક્કી થઇ રહ્યું છે તે સ્થાનિકોને સ્વીકાર્ય છે કે કેમ તે જોવું જ રહ્યું. કેવડિયામાં હાલ અનેક પ્રોજેક્ટનું કામ ચાલુ છે. આ સાથે દેશનું પ્રથમ પોલ્યુશન ફ્રી સેન્ટર બની રહ્યું છે. ઈલેક્ટ્રીક વેહિકલ નગરમાં ફેરવાશે. અહીં બહારથી આવતા પ્રવાસીઓને પાર્કિંગથી લઈને અનેક પ્રશ્નો થશે. નવા રેસ્ટોરન્ટ રહેવા માટે હોટેલ્સ બનવાનું છે તેમ જ એમ્યુઝમેન્ટ પાર્કમાં બની શકે તેવી શક્યતાઓ છે.રાજ્ય સરકારે હાલમાં જે પેકેજ જાહેર કર્યું છે તે ગ્રામજનોને મંજૂર નથી. કારણ કે તેઓની જમીનો 1961-62 માં સંપાદન થઇ હતી. આજે તે વાતને 60 વર્ષ વીતી ગયા. આજના જમીનના ભાવ પ્રમાણે વળતર મળે. હવે તો તેમના કુટુંબના સભ્યોની સંખ્યા પણ વધી છે ત્યારે સરકાર સારું પેકેજ આપે તેવી માંગણી છે. મુખ્ય 11 જે મહત્વની માંગણીની ચર્ચા થઇ. જેમાં સ્થાનિકોને અન્ય સ્થળે નહિં ખસેડી અહીંયા જ રહેવા દેવામાં આવે. સ્થાનિકોને રોજગારી આપવામાં આવે. અન્ય તમામ સુવિધાઓ પણ આપે તેવી લોકોએ માંગ કરી હતી. સરકારે આ બાબતે હકારાત્મક વલણ દાખવી પેકેજ બનાવવાની અધિકારીઓને સૂચના આપી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : કીશનાડ ગામ ખાતેના ફાર્મ હાઉસમાં જુગાર રમતા ૮ ઇસમોને ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયા.

ProudOfGujarat

રાજપીપલા માછીવાડ શોપીંગ સેન્ટરની 4 દુકાનોનું ભાડું બાકી હોવાથી દુકાનો સીલ કરાઇ.

ProudOfGujarat

ભરૂચની ઝાડેશ્વર ચોકડી નજીકથી ઇકો ગાડીમાંથી દેશી દારૂ સાથે 2 આરોપીઓને પેરોલ ફર્લો સ્કોર્ડ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!