ભારતના બંધારણ અને ગુજરાત પંચાયત ધારો ૧૯૯૩ મુજબ નર્મદા જિલ્લાના દરેક ગામોને ગ્રામ પંચાયતનો દરજ્જો આપવા બાબતે આમુ સંગઠને પ્રમુખ મહેશ વસાવાની આગેવાનોમાં મુખ્યમંત્રીને ઉદ્દેશીને કલેકટરને આવેદન આપ્યું હતું.
જેમાં જણાવ્યું છે કે ભારતના બંધારણ અને પંચાયત અધિનિયમ ૧૯૯૩ ની જોગવાયો મુજબ ગ્રામ પંચાયતથી વંચિત ગામડાઓને સ્વતંત્ર ગ્રામ પંચાયતનો દરજજો અપાવવા અમો વર્ષોથી માંગણી કરી રહયા છે. જેના અનુસંધાને અનેકવાર ગુજરાત રાજય સરકારના પદાધીકારીઓ તથા અધિકારીઓને સંબોધીને ભારતના બંધારણ મુજબની જોગવાયો મુજબ માંગણીઓ લેખીતમાં કરી છે છતાં ખોટા ખોટા બહાનાઓ જણાવી અમારી સાચી માંગણીને અનેકવાર ઠુકરાવામાં આવી છે જેના પુરાવા નીચે મુજબ છે. આ અંગે ચાર વખત આવેદનો આપવામાં આવ્યુ હતું. છતાં આજદિન સુધી માંગણી સ્વીકારવામાં આવતી નથી અને ગુજરાત સરકાર એક તરફ નર્મદા અને દાહોદ જીલ્લાને અતિ પછાત જીલ્લાઓ જાહેર કર્યા છે. અમારું માનવુ છે કે ગેરકાયદેસર પધ્ધતિથી બનાવેલી ગૃપ ગ્રામ પંચાયતોના કારણે વિકાસ રૂંધાતા નર્મદા અને દાહોદ જીલ્લો પછાત બની ગયો છે આવા સંજોગોમાં દરેક ગામને પોતાનું અલગ વહીવટી તંત્ર (સ્વતંત્ર ગ્રામ પંચાયત) ફાળવી દેવામાં આવે તો ઝડપી વિકાસ થઇ શકે અને વિકસિત જીલ્લો બને તેવી અમારી અપેક્ષા છે. આવનારા સમયમાં તારીખ ૨૭/૦૬/૨૦૨૧ સુધીમાં અમારી બંધારણીય માંગણી સ્વીકારવામાં નહિ આવે તો ન છુટકે ગુજરાત રાજય સરકારની ભુલના કારણે અમારે આંદોલન કરવાની ચીમકી પણ આપી છે.
જ્યોતિ જગતાપ, રાજપીપલા