Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગરૂડેશ્વર તાલુકાના ઓરપા ગામે અસ્થિર મગજની મહિલાએ ઝેરી દવા પી જઈ આત્મહત્યા કરતા મહિલાનું મોત.

Share

ગરૂડેશ્વર તાલુકાના ઓરપા ગામે અસ્થિર મગજની મહિલાએ ઝેરી દવા પી જઈ આત્મહત્યા કરતા મહિલાનું મોત નીપજ્યું હતું. આ અંગે ગરૂડેશ્વર પોલીસ મથકે અકસ્માત મોત ગુનાની ફરિયાદ નોંધાઈ છે.

જેમાં ફરિયાદી જશીબેન કચુભાઇ નટવરભાઇ જાતે તડવી( ઉ.ધંધો ૫૦. રહે ધાવડી.)ફરિયાદ નોંધાવી છે. બનાવની વિગત અનુસાર મરનાર હિરાલીબેન તા.૧૨/૦૬/૨૦૨૧ ના રોજ તેની સાસરીમા તેના સસરા દોઢ માસ ઉપર મરણ ગયેલ અને હાલ તેની સાસુ તથા પતિ સાથે રહેતી હોય જેનો આઘાત લાગતા તેનું મગજ અસ્થિર થતા તેણીએ રોગર નામની ઝેરી દવા પી જઈ આત્મહત્યા કરી હતી. તેણીને પ્રથમ સારવાર માટે ગરૂડેશ્વર સરાકારી દવાખાનામાં દાખલ કરેલ અને તેની તબિયત વધુ બગડતા તેણીને રાજપીપલા સીવીલ હોસ્પિટલ ખાતે રીફર કરેલ અને ત્યાંથી વધુ
સારવાર માટે વડોદરા s.s.c.હોસ્પિટલ ખાતે રીફર કરતા તેણીને એબ્યુલન્સમાં વડોદર લઇ જતા હતા તે દરમ્યાન ડભોઇ નજીક એબ્યુલન્સમાં તા.૧૪/૦૬/૨૦૨૧ ના રોજ તેનું મોત નીપજ્યું હતું. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

જામનગરમાં જન્માષ્ટમી નિમિત્તે શ્રી નવતનપુરી ધામ દ્વારા સાર્વજનિક શોભાયાત્રા યોજાઈ

ProudOfGujarat

ભરૂચ સિવિલનાં સફાઈ કામદારોનાં પગાર ન થતાં અચોકકસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા.

ProudOfGujarat

રાજપીપળા: નાંદોદ તાલુકાના તોરણા ગામે કબ્રસ્તાનમાં ૧૨૦૦ થી વધુ વૃક્ષોનું વાવેતર કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!