Proud of Gujarat
FeaturedGujaratINDIA

નાંદોદ તાલુકના વાવડી ગામે ઘરફોડ ચોરી : બંધ મકાનના તાળા તૂટ્યા.

Share

નાંદોદ તાલુકના વાવડી ગામે ઘરફોડ ચોરીની ફરિયાદ રાજપીપલા પોલીસમા ફરિયાદ નોંધાઈ છે. જેમાં બંધ મકાનના તાળા તોડી તિજોરી તોડી રૂ.૮૪,૨૦૦/- ની કિંમતના સોના ચાંદીના દાગીનાની ચોરીક રી તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો.

આ અંગે રાજપીપલા પોલીસ મથકે ફરીયાદી હાર્દિકભાઇ ઉમેદભાઇ વસાવા ( રહે,વાવડી સડક ફળિયુ. તા.નાંદોદ જિ.નર્મદા એ કોઇ અજાણ્યો ચોર ઇસમ સામે ફરિયાદ કરી છે. ફરિયાદની વિગત અનુસાર ફરીયાદી હાર્દિકભાઇ પોતાની પત્ની સાથે તા.૧૩/૦૬/૨૦૨૧ ના રાત્રીના આશરે અગિયાર વાગે પોતાનાં મકાનનો મુખ્ય દરવાજે તાળુ મારી મકાનના પ્રથમ માળે સુવા માટે ગયેલા અને અગિયારેક વાગે સુઇ ગયેલ હતા અને તા.૧૪/૦૬/૨૦૨૧ ના સવારના છ વાગે ઉપરના માળેથી નીચે આવતા ફરીયાદીના રહેણાંક મકાનના મુખ્ય દરવાજાનો તાળુ તોડી નાખી મકાનમાં પ્રવેશ કરી બેડરૂમમાં મુકેલ તિજોરીનું લોક તોડી અંદરના ડ્રોવરનું લોક તોડી તેમાં મુકેલ સોના-ચાંદીના દાગીના કિં.રૂ.૮૪,૨૦૦/- ની મત્તાની ચોરી કરી નાસી જતા રાજપીપલા પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ આદરી છે

Advertisement

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

ઝઘડીયા તાલુકાના રાયસીંગપુરા ગામે ઘરના આંગણામાં લાકડા ગોઠવવા બાબતે ઝઘડો થતાં યુવક ઇજાગ્રસ્ત.

ProudOfGujarat

અમદાવાદની રથયાત્રામાં ગુમ થયેલા 72 લોકોનું “સ્પેશિયલ-56” ટીમે પરિવાર સાથે મિલન કરાવ્યું

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાની જિલ્લા પંચાયતની 4 અને તાલુકા પંચાયતની 22 બેઠકોનું બેઠકવાર પરિણામ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!