ભાજપા સરકારના રાજમાં છેલ્લા પાંચ મહિનામાં ૪૩ વખત પેટ્રોલ ડિઝલના ઐતિહાસિક ભાવ વધારાના વિરોધમા નર્મદા કોંગ્રેસ દ્વારા રાજપીપલા ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં ભાજપા સરકારના રાજમાં છેલ્લા પાંચ મહિનામાં ૪૩ વખત ઐતિહાસિક ભાવ વધારાને તાત્કાલિક અસરથી ભાવ વધારો પાછો ખેંચવાની માંગ કરી હતી.
ભાજપા સરકારના રાજમાં છેલ્લા પાંચ મહિનામાં ૪૩ વખત પેટ્રોલ ડીઝલના ભાવમાં ઐતિહાસિક ભાવ વધારાથી સામાન્ય આમ જનતાની કમર તૂટી ગઈ છે. એક તરફ કોરોનાની મહામારીમા લોકોના રોજગાર ધંધા બંધ થઈ ગયા છે તેવા સમય સતત વધતા જતા પેટ્રોલના ભાવ વધારાથી સામાન્ય જનતા મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. જેના વિરોધમાં આજે નર્મદા જિલ્લામા નર્મદા કોંગ્રેસે પેટ્રોલ ડીઝલના ભાવ વધારા સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં રાજરોક્ષી ટોકીઝ, પેટ્રોલ પંપ પાસે, રાજપીપળા ખાતે કોંગી કાર્યકરોએ પોસ્ટર, બેનર, પ્લેકાર્ડ સાથે સુત્રોચ્ચાર કરી સરકારને પ્રજા વિરોધી સરકાર ગણાવી સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્ય પી.ડી વસાવા, જિલ્લા પ્રમુખ હરેન્દ્ર વાળંદ, ગુજરાત પ્રદેશ મંત્રી પ્રફુલ પટેલ, ઇમ્તિયાઝ અલી કાદરી, જી.પી.સી. સી વર્કિંગ ચેરમેન માઇનોરિટી ડિપાર્ટમેન્ટ, સાહિનૂર પઠાણ રાજપીપલા નગરપાલિકા વિરોધ પક્ષના નેતા, સહિત કોંગી કાર્યકરો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા,
જેમાં ભાજપ સરકારના શાસનમાં પેટ્રોલ – ડિઝલના ભાવ વધારો કરી કરોના મહામારીના સમયે પ્રજા પર મોંઘવારીનો માર નાંખી રહી હોય, પાંચ મહિનાનાં ગાળામાં ૪૩ વખત ઐતિહાસિક ભાવ વધારો કરવામાં આવ્યો હતો તે બાબતે સખત વિરોધ નોંધાવી સત્વરે ભાવ વધારો પાછો ખેંચવાની માંગ કરી હતી. જે રાજપીપલા પેટ્રોલ પંપ પાસે સરકાર સામે આંદોલન કરી વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજ્યો હતો.
જ્યોતિ જગતાપ, રાજપીપલા