Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા : રાજય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા નર્મદા જિલ્લાને વધુ ૨૫ નંગ ઓક્સિજન કોન્સન્ટ્રેટરની ફાળવણી.

Share

કોરોનાની વૈશ્વિક મહામારીને અનુલક્ષીને કોરોનાનું સંક્રમણ ઘટાડવા અને નર્મદા જિલ્લામાં કોરોનાના દરદીઓને સારવારમાં ઉપયોગી બની રહે તેવા અનેકવિધ આરોગ્યલક્ષી ઉપકરણોની સવલત-સુવિધાનો વ્યાપ વિસ્તારવા નર્મદા જિલ્લા કલેકટર ડી.એ.શાહ દ્રારા થઇ રહેલા સતત અને સુચારૂ આયોજન હેઠળ જિલ્લા પ્રસાશન દ્રારા આવી આરોગ્યલક્ષી સવલતો જિલ્લાના પ્રજાજનો માટે ઝડપી અને સરળતાથી ઉપલબ્ધ થઇ શકે તે માટે સરકારના આરોગ્ય વિભાગ ઉપરાંત CSR એકટીવીટી, સેવાભાવી સંસ્થાઓ તરફથી અને વ્યકતિગત રીતે પણ હકારાત્મક સહયોગ સાંપડી રહયો છે, જેની ફલશ્રૃતિરૂપે રાજપીપલા ખાતેની કોવિડ-૧૯ હોસ્પિટલ, જિલ્લાની સબ-ડિસ્ટ્રીકટ હોસ્પિટલ, સામૂહિક આરોગ્ય કેન્દ્રો તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો વિવિધ ઓક્સિજન પ્લાન્ટસ, સેન્ટ્રલ પાઇપ લાઇન દ્રારા ઓક્સિજન પુરવઠો, ઓક્સિજનના જમ્બો સિલિન્ડર્સ સહિતની અનેકવિધ સુવિધાઓથી સુસજજ થયેલ છે.
તદઅનુસાર, નર્મદા જિલ્લા પ્રસાશન દ્રારા રાજય સરકાર અને રાજયના આરોગ્ય વિભાગ સાથે સંયુકત-સઘન લાયઝન-ફોલોઅપની ફળસ્વરૂપે રાજય સરકારના આરોગ્ય વિભાગ દ્રારા રાજપીપલાની કોવિડ-૧૯ હોસ્પિટલને વધુ ૨૫ નંગ ઓક્સિજન કોન્સન્ટ્રેટર ફાળવવામાં આવ્યાં છે. આમ, નર્મદા જિલ્લાને રાજય સરકાર દ્રારા ફાળવાયેલ આ ૨૫ નંગ ઓક્સિજન કોન્સન્ટ્રેટર ઉપરાંત CSR એક્ટિવીટી હેઠળ દાન સ્વરૂપે પ્રાપ્ત થયેલ અન્ય ત્રણ ઓક્સિજન કોન્સન્ટ્રેટર તેમજ જિલ્લામાં આ અગાઉ ઉપલબ્ધ બે ઓક્સિજન કોન્સન્ટ્રેટર સહિત જિલ્લામાં હવે કુલ-૩૦ જેટલાં ઓક્સિજન કોન્સન્ટ્રેટર સુવિધા ઉપલબ્ધ બની હોવાની જાણકારી C.D.M.O, સિવીલ સર્જનશ્રી તેમજ કોવિડ—૧૯ હોસ્પિટલના નોડલ અધિકારી ડૉ. જયોતિબેન ગુપ્તાએ જણાવ્યું છે.

જ્યોતિ જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

હાંસોટ તાલુકાના કંટીયાજાળ સહિતના વિસ્તારમાં ઔદ્યોગિક વસાહત ઉભી કરવા માટે સરકારની પહેલ પરંતુ ફાઈલ હજુ આગળ સુધી પહોંચી જ નથી…

ProudOfGujarat

ગંદે પાણી સે બચકે, સ્ફુલ ચલે હમ…ભરૂચના મોટા ડભોયાવાડ વિસ્તારમાં ઉભરાતી ગટરોના કારણે ગળનારામાં ગંદા પાણીની નદીઓ વહેતી થઇ.

ProudOfGujarat

રાજપારડી નજીકના બોરીદ્રા ના ગ્રામજનો કાયદેસરના રસ્તાના અભાવે હાલાકીમાં સારસા બોરીદ્રા વચ્ચે માધુમતિ પર છલીયું બનાવી રોડ સુવિધા વિકસાવવા માંગ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!