Proud of Gujarat
Uncategorized

કેવડિયા ટેન્ટ સીટી બન્યું ભ્રષ્ટાચારનો ભોરિંગ ભરડો : લાયસન્સ વગર ચાલતી બે સીક્યુરીટી એજન્સીઓ ઝડપી પાડતી એસ.ઓ.જી. નર્મદા પોલીસ.

Share

કેવડિયા ટેન્ટ સીટી ભ્રષ્ટાચારનું કેન્દ્ર બન્યું છે. થોડા વખત પહેલા જ ટેન્ટ સીટીમા વધારાના ટેન્ટ બનાવી સરકારી જમીનમાં સાગ અને ખાખરાના વૃક્ષ કાપી ગેરકાયદેસર વૃક્ષ છેદન કરવા બદલ કંપનીને વન વિભાગે એક લાખનો દંડ ફટકારી કાયદેસરની કાર્યવાહી ખરી સ્વખર્ચે ગેરકાયદેસર દબાણ દૂર કરવાના સમાચારની શાહી હજી શુકાઇ નથી ત્યાં હવે ટેન્ટ સીટી-1 અને 2 મા છેલ્લા ઘણા સમયથી લાયસન્સ રીન્યુ કરાવ્યા વગર સીક્યુરીટી એજન્સીઓ દ્વારા સીક્યુરીટી ગાર્ડ સપ્લાય કરવાનું કૌભાંડ ઝડપાયું છે. આ ગુનામાં નર્મદા એસ.ઓ.જી પોલીસે લાયસન્સ વગર ચાલતી બે સીક્યુરીટી એજન્સીઓ ઝડપી પાડી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અનધિકૃત રીતે ચાલતી પ્રાઈવેટ સીક્યુરીટી એજન્સીઓ શોધી કાઢી કાયદેસર કાર્યવાહી કરવા અંગેની ડ્રાઈવ રાખેલ જે અનુસંધાને નર્મદા જીલ્લા પોલીસ અધિક્ષક હિમકર સિંહના માર્ગદર્શન આધારે પોલીસ ઇન્સ્પેકટર કે.ડી.જાટે તાબાનાં માણસોને પરીણામલક્ષી કામગીરી કરવા સુચના કરેલ હતી. જે અનુસંધાને પો.સ.ઈ એચ.વી.તડવી તથા એસ.ઓ.જી. શાખાના સ્ટાફના માણસો દ્વારા ગેરકાયદેસર ચાલતી સીક્યુરીટી એજન્સી શોધી કાઢવા પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી અધારે (૧) શુભમ ઇન્ટરનેશનલ સિક્યુરિટી સર્વિસીસ પ્રાઇવેટ સિક્યુરીટી (SIS) ના માલિક શ્રવણકુમાર પુરષોત્તમદાસ દ્વીવેદી (રહેવાસી, ૧૫૨૮, સત્ય નારાયણ મંદીર કડવા પોલ દરિયાપુર અમદાવાદ ના કેવડીયા ટેન્ટ સીટી-૧) તથા (૨) અનીન કન્સલટન્સી સર્વીસ પ્રા.લી. (Acs)ના માલિક અનીનદિતો અરૂપ ગુહા (રહેવાસી, કે-૧૦૧ સેક્ટર-૧, સનસીટી અપોઝીટ દુલ્હન પાર્ટી પ્લોટ, એસ.પી. રીંગ રોડ બોપલ, અમદાવાદના કેવડીયા ટેન્ટ સીટી-૨ )માં છેલ્લા ઘણા સમયથી લાયસન્સ રીન્યુ કરાવ્યા વગર સીક્યુરીટી ગાર્ડ સપ્લાય કરતા હોય જેથી તેઓની વિરૂધ્ધમાં કેવડીયા પો.સ્ટે.માં ખાનગી સલામતી એજન્સી (નિયંત્રણ) ધારા ૨૦૦૫ હેઠળ બન્ને સીક્યુરીટી એજન્સીના સંચાલકો વિરૂધ્ધ અલગ-અલગ ગુના દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જ્યોતી જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

પ્રજાસત્તાક પર્વની ઉજવણીના સુચારૂ આયોજન અંગે જિલ્લા કલેક્‍ટરશ્રી સંદિપ સાગલેના અધ્‍યક્ષપદે મળેલી બેઠક

ProudOfGujarat

નર્મદા જિલ્લાની 8 ગ્રામપંચાયતોની ચૂંટણીના પરિણામો જાહેર, કહી ખુશી કહી ગમનો માહોલ.

ProudOfGujarat

ઝંઘાર થી નબીપુર વચ્ચે નેસનલ હાઇવે ઉપર અજાણ્યા વાહન ની ટક્કરે એક યુવાન નું મોત …….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!