Proud of Gujarat
Uncategorized

નર્મદા જિલ્લામાં અસંગઠિત ક્ષેત્ર-બાંધકામ શ્રમિકોની ઓનલાઇન નોંધણી માટેની કામગીરી હાથ ધરવા જિલ્લા કલેક્ટરની સુચના.

Share

ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે ગઇકાલે ગાંધીનગર ખાતેથી ગુજરાતમાં અસંગઠિત ક્ષેત્ર-અન ઓર્ગેનાઇઝડ સેક્ટર-બાંધકામ શ્રમિકોની ઓનલાઇન નોંધણી માટેના ઇ-નિર્માણ પોર્ટલ-મોબાઇલ એપના યોજાયેલાં લોન્ચીંગ કાર્યક્રમમાં નર્મદા જિલ્લા કલેક્ટર ડી.એ.શાહ સહિત જિલ્લાના અમલીકરણ અધિકારીઓ વગેરેએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાઇને જિલ્લા પ્રસાશન તેમાં સહભાગી બન્યું હતું.

મુખ્યમંત્રીના હસ્તે થયેલ ઉક્ત કાર્યક્રમના લોન્ચીંગ બાદ નર્મદા જિલ્લાના અમલીકરણ અધિકારીઓને સંબોધતા જિલ્લા કલેક્ટર ડી.એ.શાહે નર્મદા જિલ્લામાં “U-WIN” કાર્ડ તેમજ ઇ-નિર્માણ પોર્ટલ દ્વારા બાંધકામ શ્રમિકોની ઓનલાઇન નોંધણીની કામગીરી સત્વરે હાથ ધરીને સંબંધિતોને નોંધણીકાર્ડ નિયત સમયમર્યાદામાં મળી રહે તે રીતનું આયોજન ઘડી કાઢવા તેમણે સૂચના આપી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, જિલ્લા કલેક્ટર ડી.એ.શાહ તરફથી ઉક્ત કામગીરી માટે જિલ્લાના નાયબ કલેક્ટરઓ, કૃષિ-આઇસીડીએસ, આરોગ્ય, સહકાર, મત્સ્યોદ્યોગ, બાંધકામ શ્રમ યોગી કલ્યાણ બોર્ડ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, મધ્યાહન ભોજન, તમામ તાલુકા મામલતદારઓ, તાલુકા વિકાસ અધિકારીઓ, નગરપાલીકાના ચીફ ઓફિસર, આરટીઓ તેમજ જિલ્લા-તાલુકા-ગ્રામ પંચાયતના DLE,TLE,VLE સહિતના અધિકારીઓ વગેરેને નર્મદા જિલ્લામાં ઉક્ત કામગીરી હાથ ધરી તે અંગેના સુપરવિઝન-સંકલનની જવાબદારી સોંપી છે અને તેનું સુચારૂ અમલીકરણ થાય તે માટે તા.૧૦ મી જૂનના રોજ ઉક્ત અધિકારીઓ સાથે જિલ્લા કલેક્ટર શાહે બેઠક પણ યોજી છે.

Advertisement

જ્યોતી જગતાપ, રાજપીપલા


Share

Related posts

ભરૂચ : ભારતીય જનતા પાર્ટીનાં પ્રમુખ તરીકે મારૂતિસિંહ અટોદરીયાની નિમણુક કરાઈ.

ProudOfGujarat

માર મારતો વિડીઓ સોસ્યલ મીડિયા પર અપલોડ કરતા પોલીસ ફરિયાદ પદ્માવતી ફિલ્મ જોવાની વાત કરતા બાદમાં માફી મંગાવી માર માર્યો હતો

ProudOfGujarat

દહેજની રિલાયન્સ કંપનીમાં ગરમ પાણીની પાઈપ ફાટતા બે દાઝ્યા: ભરૂચ પ્રાથમિક સારવાર આપ્યા બાદ વડોદરા લઇ જવાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!