Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજપીપલા જિલ્લા જેલમાં બંદીવાન બંધુઓ (કેદીઓ) કરે છે ઓર્ગેનિક ખેતી….

Share

રાજપીપલા ખાતે આવેલ જિલ્લા જેલમાં બંદીવાન બંધુઓ (કેદીઓ ) ઓર્ગેનિક ખેતી કરે છે. ચાલુ વર્ષે રૂ.1,80,000/- ની શાકભાજી, જુવારનું કેદીઓએ મબલાખ ઉત્પાદન કર્યું છે. દીઓ દ્વારા શાકભાજીનું વેચાણ કરી મેળવેલી આવક કેદી વેલફેર ફંડમા જમા કરાવી જેલમાંથી મુક્ત થયા બાદ કેદીઓનું પુનઃ વસન થાય તે માટે કેદીઓને સહાય અપાય છે તો અવે આપણે જેલમાં કેદીઓદ્વારા થતું ખેતી કામ વિશે જાણીએ.

જેલ એટલે સજા ભોગવવાની કોટડી એવુ સામાન્ય લોકોના મનમા માન્યતા હોય છે પણ હવે એવુ નથી ગુનો કરનાર કેદી સજા ભોગવવાના સાથે જેલમાંથી કેદી જયારે મુક્ત થાય અને તેનું પુનઃ વસન થાય તે માટે રાજપીપલા જેલમા કેદીઓ દ્વારા આવક ઉભી થાય તે માટે ઓર્ગેનિક ખેતી કરવામાં આવી રહી છે. નર્મદાના વડા મથક રાજપીપલા નજીક જીતનગર ગામે જિલ્લા જેલ આવેલી છે. આ જેલ પરિસરમા ચાલુ વર્ષે વિવિધ ઓર્ગેનિક શાકભાજી જેવી કે બ્રોકલી, કોબી, ગુવાર, ભીંડા, રીંગણાં, તુવેર, તથા જુવાર(બાટુ) નુ વાવેતર કેદીઓ દ્વારા કરવામાં આવ્યું છે. જિલ્લા જેલ અધિક્ષક એલ એમ બારમેરાના જણાવ્યા અનુસાર ચાલુ વર્ષે શાક્ભાજી અને જુવારનું ઉત્પાદન કરીને રૂ.1,80,000 નું ઉત્પાદન કરીને આવક મેળવી છે. આ આવક કેદી વેલફેર ફંડમા જમા કરવામાં આવી છે. જયારે જેલમાંથી મુક્ત થયા બાદ કેદીઓનું પુનઃ વસન થાય તે માટે કેદીઓને સહાય અપાય છે. જેથી કેદી જેલમાંથી મુક્ત થયા બાદ એક સારો માનવી બની શકે પોતાના પગ પર ઉભા રહી ખેતી કરી શકે તે માટે અહીં જેલમાં ખેતીનું પદ્ધતિસરનું જ્ઞાન આપવામાં આવે છે.

કેદીઓ પણ આ પ્રવૃતિઓથી ખુશ છે. જેલની પ્રવૃતી બાદ સમય મળતા ખેતી કામ કરવામાં તેમને આનંદ આવે છે. કેદીઓએ વાતનો પણ આનંદ વ્યક્ત કર્યો હતો કે ખેતીના ઉત્પાદનની આવક અમારા કેદી વેલફેર ફંડમા જમા થાય છે અને એમાંથી અમને કેદી સહાય પણ મળે છે. ગુનાહિત પ્રવૃત્તિમાથી મુક્ત થવા માટે અને સારી પ્રવૃત્તિમા જોતરવા માટે કેદી બંધુઓએ જેલના અધિક્ષકનો પણ ખાસ આભાર માન્યો છે.

જ્યોતિ જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

ભરૂચ જીલ્લાનાં પર પ્રાંતિય શ્રમજીવીઓ વતન જવા રવાના થઈ રહ્યા છે ઉદ્યોગોમાં પગારનાં ઠેકાણા અને કોન્ટ્રાકટરો પાસે કામદારને પગાર ચુકવવાનાં રૂપિયા નથી.

ProudOfGujarat

ભરૂચમાં નવલખા તથા ઘી કુડીયા મંડળો દ્વારા જન્માષ્ટમીની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

વડોદરામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફોર્મ લેવા થઈ ધક્કામુક્કી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!